ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટેની જે પ્રક્રિયા છે, તેને લઈને એક મોટી સ્પષ્ટતા કરી છે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ સોમવારે દાવો કર્યો હતો કે ચૂંટણી અધિકારીના લોકો વોટર આઈડી કાર્ડને પોતાના આધાર કાર્ડ સાથે જોડવા માટે મજબૂર કરી રહ્યા છે. જો કે, ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા આવી છે કે, આ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે.
- Advertisement -
બિન સરકારી સંગઠન ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉંડેશનના ટ્વિટનો હવાલો આપતા ગોખલેએ કહ્યું કે, ચૂુંટણી અધિકારીઓ દ્વારા વોટર આઈડીને આધાર કાર્ડ સાથે જોડવા માટે લોકોને મજબૂર કર્યા બાદ કેટલાય કિસ્સા સામે આવ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, અમે આજે ચૂંટણી પંચને પત્ર લખીને સ્પષ્ટીકરણ જાહેર કરવા અને તેને તુરંત રોકવા માટે કહ્યું છે.
આધાર કાર્ડ જમા નહીં કરાવો તો પણ મતદાર યાદીમાંથી નામ હટાવામાં આવશે નહીં
ચૂંટણી પંચે પણ ટ્વિટર પર જવાબ આપતા કહ્યું કે, ફોર્મ 6બીમાં આધારનું વિવરણ આપવું સ્વૈચ્છિક છે. ચૂંટણી પંચ તેને સંબંધમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને જાહેર કરેલા નિર્દેશોની લિંક શેર કરતા કહ્યું કે, આધાર જમા નહીં કરવાના આધાર પર મતદાર યાદીમાં કોઈ એન્ટ્રી હટાવામાં નહીં આવે.
- Advertisement -
ટીએમસી કોંગ્રેસ તરફથી ચૂંટણી પંચે આપેલ નોટિફિકેશનમાં ગોખલેએ ચૂંટણી કાયદા બિલ 2021નો ઉલ્લેખ કર્યો, જે ચૂંટણી આંકડાના આધાર સાથે જોડવાની મંજૂરી આપે છે. આ બિલ સંસદ દ્વારા ડિસેમ્બર 2021માં પાસ કરવામાં આવ્યું હતું.