શું તમે જાણો છો કે, ટાઈગર નટમાં કેટલા સ્વાસ્થ્યના ગુણો હોય છે? તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, દિલનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે?
ટાઈગર નટ
ટાઈગર નટ એક નાનું ડ્રાયફ્રુટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સુપરફૂડ ભારતમાં ખૂબ લોકપ્રિય છે અને તેનો ઉપયોગ આયુર્વેદિક દવામાં ઘણા ક્રોનિક રોગોની સારવાર માટે થાય છે. ટાઇગર નટ્સ એક સુપરફૂડ છે જેને આહારમાં અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે. તેને કાચા અને શેકેલા બંને રીતે ખાઈ શકાય છે. તેને પાણીમાં પલાળીને કે ઉકાળવાથી તે નરમ અને ચાવવામાં સરળ બને છે. નાસ્તામાં દહીં, સ્મૂધી, સલાડ અને અનાજ સાથે ટાઇગર નટ્સનું સેવન કરી શકાય છે.
- Advertisement -
રોગપ્રતિકારક શક્તિ મજબૂત
આ નટમાં ખૂબ શક્તિ હોય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને રોગો સામે રક્ષણ મળે છે. ટાઇગર નટ્સ ખાસ કરીને બ્રાઉન નટ્સ હોય છે જે પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન છે. આ નટનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને સ્નાયુઓને શક્તિ મળે છે.
સ્કિન,વાળ માટે ઉપયોગી
સ્કિનથી લઈને વાળ સુધી દરેક વસ્તુ માટે તે ઉપયોગી સાબીત થાય છે. જો દરરોજ 50 ગ્રામ નટ ખાવામાં આવે તો કબજિયાતની સારવાર પણ થઈ શકે છે. આ નટ સ્વાસ્થ્ય સુધારવામાં જાદુઈ અસર કરે છે. ચાલો જાણીએ કે દરરોજ ટાઈગર નટનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.
કબિયાતમાં રાહત
ટાઈગર નટમાં ડાયટરી ફાયબર હોય છે જે પાચનમાં સુધાર કરે છે. આ ફાયબર મળને ભારે બનાવે છે અને પેટમાં ચોંટેલા મળને બહાર કાઢે છે. તેનાથી ગુડ બેક્ટેરિયા વધે છે. તે પોષણને શોષવામાં મદદ કરે છે. અને જૂની કબજિયાતની બીમારીને પણ ઘટાડે છે. તેમાં લાઈપેજ, ઇમાઈલેજ, કેટાલેઝ જેવા ઇંજાઈમ હોય છે. જે પાચનમાં મદદ કરે છે.
- Advertisement -
વજન ઘટાડવામાં મદદગાર
જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો ટાઈગર નટ તેમાં પણ તમને મદદગાર થઇ શકે છે. 50 ગ્રામ નટ ખાવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. જેથી તમે ઓવર ઇટીંગથી પણ બચી શકો છો.
ડાયાબિટીસમાં પણ મદદગાર
ટાઈગર નટના સેવનથી સુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. તેના ડાયટરી ફાયબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે પેટમાં સુગરના અવશોષણને ધીમું કરી દે છે. તેનાથી સુગર નોર્મલ રહે છે.
દિલનો પણ ઈલાજ
ટાઈગર નટમાં મોનો અનસેચુરેટેડ ફેટ્સ અને ફાયબર હોય છે. અને ફાયબર પણ હોય છે. જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. આ નટનું સેવન કરવાથી દિલનું સ્વસ્થ્ય સારું રહે છે.