વિધાનસભાની ચૂંટણીમાં મુકત અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવાની દિશામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે થઈને રાજ્યભરના લાઇસન્સ ધારકો પાસેથી હથિયાર જમા લેવાના આદેશ કરવામાં આવ્યા છે. આ માટે દરેક જિલ્લામાં મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક કમિશનર વિસ્તારમાં પોલીસ કમિશનર અને જોઇન્ટ એડિશનલ પોલીસ કમિશનર સ્ક્રીનીંગ કમિટીની રચના કરવા આદેશ કરવામાં આવ્યા છે.નામદાર બોમ્બે હાઇકોર્ટની ક્રિમિનલ રીટ પીટીશન નં.8352009ના તા.10.07.2009ના ચુકાદા અનુસાર ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્વક રીતે થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે નિર્વાચન આયોગ, નવી દિલ્હી દ્વારા તા.01.09.2009ના પત્રથી હથિયાર જમા કરાવવા બાબતે વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.
વહેલી ચૂંટણીના ભણકારા: હથિયારો જમા કરાવવા આદેશ
Follow US
Find US on Social Medias