રાજ્યમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર, LCB અને SOG ટીમે સંયુક્ત ઓપરેશન કરી 66 કિલો ડ્રગ્સ ઝડપી લીધું
ખાસ-ખબર સંવાદદાતા
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે એક શખસની પોલીસે ધરપકડ કરી છે. LCB અને SOGની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
- Advertisement -
પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસને બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખસને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.
દેવભૂમિ દ્વારકાના MD સુનિલ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ છે. જોકે, કુલ 66 કિલો જેટલું ડ્રગ્સ પકડાયું હોવાનું અનુમાન છે. જેની કિંમત 350 કરોડની આસપાસનું હોવાનું મનાય છે.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ડ્રગ્સ ખાંડના દાણા જેવો છે. જે ખઉ ડ્રગ્સ છે. આ ડ્રગ્સ કૌભાંડમાં 3 લોકો સંડોવાયેલા છે. જેમાં બે શખસો સલાયાના તેમજ 1 શખસ બીજા વિસ્તારનો છે. આ અંગે વાડીનાર પોલીસ સ્ટેશનમાં 17 કિલો ડ્રગ્સનો ગુનો નોંધવામાં આવશે. તેમજ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં આશરે 48 કિલ્લો ડ્રગ્સનો બીજો ગુનો નોંધવામાં આવશે. એલસીબી અને એસઓજી ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું.
- Advertisement -



