ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે હાલહીમાં પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ તેમણે સોમનાથ રેલ્વે સ્ટેશનના પુન:વિકાસના કામની સમીક્ષા કરી હતી અને પોતે સ્ટેશન પર જઈને તે કામોનું નિરીક્ષણ કર્યું હતું અને રેલ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે રેલ સુવિધાનો લાભ મળી રહે તે માટે વહેલી તકે કામ પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને આવશ્યક નિર્દેશ આપી હતી.
આ કામ પાછળ અંદાજે 157 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. ત્યાર બાદ ડિવિઝનલ રેલ્વે મેનેજરે જૂનાગઢ રેલ્વે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું અને સ્ટેશન પર સેફ્ટી મીટીંગ યોજી હતી. તેમણે મુસાફરોની સુરક્ષાને લગતા તમામ પહલુઓં પર ચર્ચા કરી અને અધિકારીઓ અને સુપરવાઈઝરને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યું.