રાજકોટ એસ.ટી. દ્વારા વધારાની 80 બસ મુકાઈ
ખાસ-ખબર સંવાદદાતા
આજથી જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી. દ્વારા 80થી વધારે એકસ્ટ્રા બસો દોડાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે એક અઠવાડીયા સુધી તેનું સંચાલન કરવામાં આવશે. સાતમ આઠમના તહેવારમાં સહેલાણીઓ અને શ્રમિકો પોતાના વતન જવા માટે એસટી બસનો ઉપયોગ કરતા હોવાથી રાજકોટ એસ.ટી. દ્વારા વધારાની 80 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
રાજ્યના અંતરીયાળ ગામડાઓ સુધીના રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત સરકારી કચેરીઓ અને ખાનગી ઓફિસો, વેપારમાં પણ બુધવારથી રવિવારની રજાનો માહોલ હોવાથી લોકો પરિવાર સાથે નજીકના ધાર્મિક સ્થળો અને જોવાલાયક સ્થળોએ ફરવા ઉપડી જવાનો પોગ્રામ કર્યો હોય તેમને માટે પણ એસટી દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ એસટી ડેપો દ્વારા આજથી વધારાની બસો દોડાવવાનો પ્રારંભ કરી દીધો છે. જેનું એક અઠવાડીયા સુધી સંચાલન કરવામાં આવશે.
80 કરતા પણ વધારે બસો શરૂ કરવામાં આવશે તેમ રાજકોટ એસ.ટી. ડેપોના સુત્રોએ જણાવ્યું છે કે, રક્ષાબંધનનો તહેવાર રાજકોટ ડિવિઝનને ફળ્યો હતો અને દોઢ કરોડથી પણ વધારે આવક થઇ હતી ત્યારે જન્માષ્ટમીના તહેવાર પર આ આવક બમણી થવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે.
રાજકોટ એસટી બસ પોર્ટ દ્વારા વધારે બસો દાહોદ, ગોધરા, પંચમહાલ, સુરત, ડાકોર, અંબાજી, સોમનાથ, દ્વારકા સહીતના સ્થળોએ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ અન્ય રાજ્યમાં નાથદ્વારાનો પણ સમાવેશ કરીને જ્યાં પણ જરૂર પડે વધારાની બસો દોડાવાશે.
- Advertisement -