બિનખેતી સમયે રેસીડેન્સી અને બાંધકામ કોમર્શિયલ કરતા વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જમીન કૌભાંડ હોવાનું સામે આવે છે જેમાં કેટલાક સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કરી બોગસ દસ્તાવેજો ઊભા કરી જમીન પર હક્ક જતાવે છે તો કેટલાક ગૌચર જમીનો 7/12માં ચડી જાય છે આ પ્રકારના અનેક કૌભાંડોને અંજામ આપવામાં સ્થાનિક તલાટી અને અધિકારીઓ જ પડદા પાછળ કલાકાર હોવાનું પણ માનવામાં આવે છે ત્યારે હાલ ધ્રાંગધ્રા – હળવદ હાઈવે પર રહેણાક હેતુ બિનખેતી થયેલ જમીન પર રહેણાક મકાન બનાવવાને બદલે પાર્ટી પ્લોટ ઊભો કરી રૂપિયા કમાવવા માટેની યોજના ઘડાઈ રહી છે. જેથી સ્પષ્ટપણે બિનખેતી સમયે જે હેતુ દર્શાવામાં આવ્યો તે હેતુની ઉલંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવે છે જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા – હળવદ હાઈવે પર આવેલા સંસ્કારધામ ગુરુકુળ નજીક એક પાર્ટી પ્લોટ નિર્માણ થઈ રહ્યો છે આ પાર્ટી પ્લોટની ખેતી લાયક જમીન વર્ષો પૂર્વે બિન ખેતી કરવામાં આવી ત્યારે રેસીડેન્સી એટલે કે રહેણાક હેતુ બિનખેતી થઈ હતી જે બાદ હવે અહીં પાર્ટી પ્લોટ નિર્માણ થવા જઈ રહ્યો છે એટલે કે જે હેતુથી જમીન બિન ખેતી કરી તેનો હેતુફેર કરી રહેણાક વિસ્તારની જગ્યાએ કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ જમીન પર મોટાભાગે પાર્ટી પ્લોટ માટેનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ સ્થાનિક તંત્રને જરાય અણસાર આવ્યો નથી જોકે પાર્ટી પ્લોટ નિર્માણ થનાર જમીનના માલિક દ્વારા પાર્ટી પ્લોટની જમીન ભાડા પેટે આપી દેવાઈ છે પરંતુ રહેણાક વિસ્તારના હેતુથી બિનખેતી થયેલ જમીન પર કોમર્શિયલ બાંધકામ થતા હવે વિવાદનો ઉદય થયો છે. ત્યારે હાલ સ્થાનિક તંત્ર આ અંગે કેવા પ્રકારની કામગીરી કરે છે ? તેના પર સૌની મીટ મંડાયેલી છે.