વિધાર્થીને શિક્ષકે માર માર્યો હોવાના આક્ષેપ સાથે તાળાંબંધી કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
લીંબડીના નાના ટીંબલા ગામે અભ્યાસક્રમ શરૂ થતાની સાથે જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં અભ્યાસ કરવા ગયેલ વિધાર્થીને શિક્ષક દ્વારા માર મારતા ગ્રામજનોએ સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી જે બાદ ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ ગ્રામજનોને શિક્ષક સામે કાર્યવાહીની ખાતરી આપતા મામલો ઠંડો પડ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીને સ્કૂલના શિક્ષક દેવાંગભાઈ દ્વારા માર માર્યો હોવાના આક્ષેપ સાથે નવા સત્રના શરૂઆત સમયે જ ગ્રામજનોએ સ્કૂલને તાળાબંધી કાફી હતી ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો હતો કે શિક્ષક દેવાંગભાઈ માનસિક રીતે અસ્થિર છે અને વારંવાર વિધાર્થીઓને પરેશાન કરતા હોય છે જેથી ગ્રામજનો દ્વારા સ્કૂલને તાળાબંધી કરી શિક્ષક સામે વિરોધ દર્શાવ્યો હતો આ તરફ સ્કૂલને તાળાબંધી કરવાની જાણ થતા જ શિક્ષણ વિભાગના અધિકારીઓ નાના ટીંબલા ગામે દોડી જઈ ગ્રામહનીબે સમજવી શિક્ષક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ મામલો ઠંડો પડ્યો હતો.