ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ગિરનાર લીલી પરિક્રમા અંતર્ગત પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં યાત્રિકો દ્વારા ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે જૂનાગઢ વન વિભાગ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન હેઠળ પરિક્ર્મા રૂટની સાફ-સફાઇ કરી જંગલ વિસ્તારને પ્લાસ્ટિ અને કચરો મુકત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલ હતું.
આમ, વન વિભાગના સ્ટાફ, મજુરો, અલગ-અલગ સંસ્થાઓના લોકો, સ્કુલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન અંતર્ગત ગિરનાર જંગલ વિસ્તારમાં સાફ-સફાઇ કરી જંગલ હે તો જીવન હે સુત્રને સાર્થક કરતા ગિરનાર લીલી પરિક્રમા રૂટ પરથી અંદાજિત 6.9 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની ઉત્તમ કામગીરી દ્વારા જંગલ વિસ્તારને પ્લાસ્ટિક અને કચરા મુકત બનાવવા તરફ અગ્રીમ ફાળો આપવામાં આવેલ છે.