પૂજા કગથરા
કોલેરા : કોલેરા એ આંતરડામાં ચેપને લીધે થતો રોગ છે. જે દુષિત ખોરાક અથવા દુષિત પાણીને લીધે થતો રોગ છે. જેમાં મોટા ભાગે ઝાડા-ઉલ્ટી, સ્નાયુઓમાં ખેંચાણ, સામાન્ય નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે. જેમાં શરીરમાંથી પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ ને ભારે નુકશાન થાય છે. આ રોગમાં દર્દીને પાચનશક્તિમાં વિક્ષેપન જોવા મળે છે.તેથી આહાર અને આહારની ટેવ ને નિયંત્રિત કરવી જરૂરી છે. આ રોગમાં દર્દીને ખુબ હળવો ખોરાક આપવો જોઈએ તથા કોલેરામાં દર્દીને વધારે પ્રમાણમાં પ્રવાહી આપવું જોઈએ.
દર કલાકે
1)લીંબુ + મીઠું +પાણી
2)જીરું અને મીઠા વાળી છાશ
3)નાળિયેર પાણી
4)જાયફળ નો ઉકાળો
5)ડુંગળી અને કાળા મેરિનો અર્ક પીવો
6)નારંગી,કીવી,તરબૂચ ના જ્યુશ પીવા
7)ફુદીનાનું પાણી
8)પપયા તથા પાણી વાળા ફ્રૂટ
9)ઢીલી ખીચડી જેવા ખોરાક લેવા જોઈએ
* પાણી ઉકાળેલું જ પીવું જોઈએ
* દરેક ખોરાક ખુબજ ચોખ્ખો હોવો જોઈએ
* દર 2 કલાકે 100ળહ જેટલું પ્રવાહી લેવું જોઈએ
ટાઇફોડ : ટાઈફોડ એ સામાન્ય રીતે બેક્ટેરિયા થી થતો ચેપી રોગ છે. જે મુખ્યત્વે દુષિત ખોરાક અથવા પાણીના સેવનથી થાય છે. ટાઈફોડના દર્દી ને અપાતો ખોરાક સાદો અને રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે એવો હોવો જોઈએ. ટાઈફોડમાં દર્દી ને હાઈ કાર્બોહાઇડ્રેટ ધરાવતો ખોરાક લેવો જોઈએ
1)બાફેલા બટેટા 2)કેળા 3)ભાત 4)પાસ્તા
આ ખોરાકની ઓછી માત્ર ટાઈફોઈડના દર્દીઓને શક્તિ આપે છે. પાણી વાળા ફાળો જેવાકે તરબૂચ,દ્રાક્,જરદાળુ,મોસંબી વગેરે લેવા જોઈએ. નાળિયેર પાણી, છાશ, વેજીટેબલ સૂપ, દહીં, પનીર જેવા ખોરાક રાઇફોઇડ ના દર્દીઓને લેવા જોઈએ. ટાઈફોઇડના દર્દીઓએ આખા અનાજ, તેલ અને મસાલાવાળા ખોરાક તથા કાચા શાકભાજી ન લેવા જોઈએ.
કમળો: મોટે ભાગે જયારે ઋતુ બદલાય છે ત્યારે પીવાના પાણી સાથે જયારે ખરાબ પાણી ભળે છે ત્યારે આ પાણી કમળો થવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે ભૂખ ન લાગવી ઉબકા,ઉલ્ટી,આંખ તથા સ્કિન પીળાશ પડતી થઇ જવી એ કમળાના સામાન્ય લક્ષણો છે.
મૂળાનો રસ જે લોહી અને લીવર માંથી વધારાના બીલીરુબીનને નીકાળી દે છે
ધાણાના બીજ ને આખીરાત પલાળી સવારે પીવાથી લીવરમાંથી અશુદ્ધિ સાફ થાય છે
જવ, ટામેટાનો રસ, આમળા, તુલસી, લીંબુનો રસ, પાઈનેપલ, શેરડીની ગંડેરીઓ, દહીં, ગાજરનો રસ, રાત્રે પલાળેલી ચણાની દાળ સાથે ગોળ ભેળવી ને લેવો. આ પ્રકારના ખોરાક કમળા માટે ઉત્તમ સાબિત થાય છે. કમળાના દર્દીઓ એ તેલ, ઘી, મસાલાવાળો ખોરાક ન લેવા જોઈએ. કમળાના દર્દીઓએ વધારે હેવી ખોરાક લેવાનું ટાળવું જોઈએ.
કોલેરા, ટાઈફોડ, કમળો એ ખરાબ પાણીથી થતો રોગ છે.
ચોમાસાની ઋતુમાં તથા જયારે સબળ સીઝન હોઈ ત્યારે વ્યક્તિગત સ્વછતા જાળવવી દુષિત ખોરાક, પાણીથી દૂર રહેવું. ઉકાળેલું પાણી પીવું ઓછું પરંતુ વારંવાર ભોજન લેવા જોઈએ