શિયાળો, ઉનાળો એટલે તારાઓ, ગ્રહો અને નક્ષત્રો જોવાનો સૌથી ઉત્તમ સયમ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શિયાળા અને ઉનાળાની મિક્ષ ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. સંધ્યા સમયે આકાશમાં ચંદ્ર પાસે ચમકતા તારાઓ અને અવકાશી ર્દશ્યો લોકો પોતાના મોબાઇલમાં કંડાળી રહ્યા છે. ત્યારે આ અંગે સાયન્સ કોમ્યુનિકેટર અને એસ્ટ્રોનોમર તુષારભાઈ પંડ્યા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આકાશ દર્શનના રસીકો માટે શિયાળો અને ઉનાળો એટલે તારાઓ, ગ્રહો અને નક્ષત્રો જોવાનો સૌથી ઉત્તમ સમય. આ દરમિયાન તારાઓની વધુ ચમક આપે છે. શિયાળામાં મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને સપ્તર્ષિ જેવા તારાજૂથો આકાશમાં ચમકતા હોય છે.
માર્ચ અને એપ્રિલ મહિનામાં આકાશ દર્શન માટે ચોખ્ખું રહેશે. આ સમયગાળામાં આપણને ઘણી અનોખી ખગોળીય ઘટના પણ જોવા મળશે. જેમાં નરી આંખે શુક્ર, ગુરુ, મંગળ અને અમુક તારાજૂથો સરળતાથી જોઈ શકાય છે.શુક્ર અને ગુરુ એ પૃથ્વી પરથી દેખાતા સૌથી તેજસ્વી ગ્રહો છે. તા.20 ફેબ્રુ.અને માર્ચ સુધી સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં એકબીજાની નજીક સરળતાથી જોઈ શકાઈ છે. જો તમે શુક્રને રોજ ટેલિસ્કોપથી જોશો તો જેવી રીતે ચંદ્રની કળા પણ બદલાય છે. તેમ શુક્રની કળા પણ બદલાતી જોવા મળશે ટેલિસ્કોપથી જોવાથી એવું જ લાગશે કે, જાણે તમે નાનો ચંદ્ર જોઈ રહ્યા હોય.