કેતકી વ્યાસ, જે. ડી. પટેલ સામે પોલીસ બાદ ACB કરશે તપાસ
આરોપીઓની મુશ્કેલીમાં વધારો, ગેરકાયદે મિલકતો પર કરાશે કાર્યવાહી
- Advertisement -
આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાના મામલે વધુ એક કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાના મામલે વધુ એક કાર્યવાહી કરવામાં આવનાર છે. સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા કેતકી વ્યાસ અને જે.ડી પટેલ સામે ગુનો નોંધાયા બાદ તેઓની મુશ્કેલી વધવાની છે. હવે લાંચ રૂશ્વત વિરોધી ખાતું એટલે કે અઈઇ તેમના વિરૂદ્ધ મિલકતોની તપાસ કરશે. આણંદ કલેક્ટર ઓફિસમાં ચિટનીશ તરીકે ફરજ બજાવતા જે.ડી પટેલ અને અધિક કલેક્ટરે ફાઇલો અટકાવી મસમોટી લાંચ લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે સ્પાય કેમેરા કાંડમાં હવે તેમની બેનામી મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. કેતકી વ્યાસ અને જે.ડી પટેલે લાંચ રૂશ્વતના નાણાંથી વિદેશમાં રોકાણ કર્યું હોવાની પણ ચર્ચા છે. ત્યારે હવે પોલીસ બાદ અઈઇ સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં સ્પાયકાંડના આરોપીઓની બેનામી મિલકત ટાંચમાં લેવાય તેવી શક્યતા છે.
કેતકી વ્યાસે અગાઉ 2 મહિલાને કલેક્ટર પાસે મોકલી હતી!
સૂત્રો દ્વારા એમ પણ ચર્ચાઇ રહ્યું છે કે, કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા માટે અગાઉ કેતકી વ્યાસ અને લાંચીયા ટોળકીએ અગાઉ 2 મહિલાને કલેક્ટર પાસે મોકલી હતી. વીડિયો ઉતાર્યા બાદ આ બંને કલેક્ટરને બ્લેકમેલ કરીને વિવાદોવાળી ફાઈલોમાં સહી કરાવી લેતા હતા. જે બાદ આ બંને કલેક્ટર ડી.એસ ગઢવીને બ્લેકમેલ કરી આર્થિક લાભ મેળવતા હતા અને કામ કઢાવવા દબાણ કરતા હતા. જે બાદ વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
જે.ડી.પટેલને રહેમરાહે મહેસૂલ વિભાગમાં નોકરી મળી હતી, વહિવટની આવક વિદેશમાં રોકતો હોવાની ચર્ચા
આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરો મુકવાને લઇને 3 લોકોની ધરપકડ કરાઇ છે. જોકે, પોલીસ તપાસમાં સ્પાય કેમેરા કાંડ અને મહિલાના વીડિયોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ. ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કેતકી વ્યાસ, જે.ડી પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે. 22 ઓગસ્ટ સુધીના ત્રણેય આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે.
કલેક્ટરને ફસાવવા લગાવાયા સ્પાય કેમેરા
જુની જંત્રી બાદ નવી જંત્રી ડબલ થઇ જતાં ડબલ પ્રિમિયમ ચૂકવવા ન માગતા અરજદારો ફાઇલો 90 દિવસમાં ક્લિયર કરાવવા માટે મોં માગી રકમ આપવા તૈયાર થઇ જતા હતા. જો કે ફાઇલો અટકાવી લાંચ લેતી લાંચિયા ટોળકી કલેક્ટર ગઢવીની સૂચના બાદ લાંચ વસૂલી શકે તેવી સ્થિતીમાં ન હતી. કલેક્ટર ડી.એસ. ગઢવીના કારણે સંખ્યાબંધ અરજદારો પાસેથી મોટી લાંચ હાથમાંથી જતી જોઇ કેતકી વ્યાસ અને જેડી પટેલે કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન મુજબ જે.ડી પટેલે મિત્ર હરીશ ચાવડા પાસેથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવ્યા હતા. જે બાદ તેને કોઈને ખબર ન પડે એવી રીતે કલેક્ટરની ઓફિસમાં ગોઠવ્યા હતા. જે બાદ કલેક્ટરની ઓફિસમાં મહિલાને મોકલીને વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ઓપરેશન પાર પાડ્યા બાદ સ્પાય કેમેરાને જે.ડી.પટેલે સળગાવી દીધો હતો. જે.ડી.પટેલને રહેમરાહે મહેસૂલ વિભાગમાં નોકરી મળી હતી તેમજ વહીવટની આવક વિદેશમાં રોકતો હોવાની ચર્ચા છે.
2008ની બેચના ઈંઅજ અધિકારી ડી.એસ.ગઢવીની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા અને સમગ્ર મામેલ તપાસ કરવાની સૂચના અપાઈ હતી. ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવા મામલે ગુજરાત અઝજ ફરિયાદી બન્યું હતું. અઝજના ઙઈં જે.પી.રોજીયાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં અઉખ કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પૂછપરછમાં કારસ્તાન સામે આવતા ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને ઈંઝ એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા. સમગ્ર મામલાની તપાસ આણંદ કઈઇ પી.આઈ. કિરણ ચૌધરી કરશે.