નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યૂનલ(NCLT)એ સોમવારના અમેરિકી ઇ-કોમર્સ કંપની અમેઝોનને મોટો ઝટકો આપ્યો છે. ટ્રિબ્યૂનલએ અમેઝોન-ફ્યુચર ડીલને લઇને પોતાનો આદેશ જાહેર કરી દીધો છે. એનસીએલટીએ આ કેસમાં અમેરિકી ઇ-કોમર્સ કંપનીને 45 દિવસોની અંદર 200 કરોડ રૂપિયાનો દંડ જમા કરવા કહ્યું છે. એનસીએલટીએ કહ્યું કે, આ કાઉનડાઉન આજે એટલે કે 13 જૂનથી શરૂ થાય છે.
- Advertisement -
અમેઝોનએ ડીલની વાત છુપાવી
એનસીએલટીએ તેમની સાથે વર્ષ 2019માં અમેઝોન અને ફ્યૂચર ગ્રુપની વચ્ચે થયેલા એક રોકાણના સોદાને લઇે સસ્પેન્ડ કરવા માટે કોમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડિયાના આદેશને પણ ચાલુ રાખ્યો છે. અમેઝોનએ ફ્યુચર રિટેલ લિમિટેડમાં પોતાની રણનીતિક હિતો માટે પૂર્ણ અને પારદર્શક જાણકારી આપી નથી. બંધ થયેલા રિટેલ સ્ટેર ચેન બિગ બજારનું સંચાલન ફ્યૂચર ગ્રુપની કંપની ફ્યૂચર રિટેલ લિમિટેડ કરી રહી હતી.
અમેઝોનએ સીસીઆઇના આદેશને પડકાર્યો હતો
સીસીઆઇએ પણ સંબંધિત રોકાણની ડિલને સસ્પેન્ડ કરતા કહ્યું કે, અમેઝોનએ જાણકારી છુપાવી હતી. એનસીએલટીએ સીસીઆઇની આ વાતથી સહમતિ દર્શાવી અને કહ્યું કે, અમેઝોન એગ્રીમેન્ટથી સંબંધિત પ્રાસંગિક જાણકારીઓ દેવામાં નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, સીસઆઇએ ડિસેમ્બર 2019માં જાહેર કરેલા આદેશમાં અમેઝઓન-ફ્યુચર ડીલને સસ્પેન્ડ કરી હતી. અમેઝઓનએ સીસઆઇના આદેશને એનસીએલટીમાં પડકાર્યો હતો.