કેનેડાએ નિર્ણય લીધો છે કે હવે તે પોતાને ત્યાં કામ કરતા કન્સ્ટ્રકશન વર્કર્સને પણ પરમેનેન્ટ રેસિડેન્સી આપશે. સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે સરકાર 6000 ગેરકાયદેસર રીતે રહેતા વર્કર્સને પણ PR આપવાની તૈયારી કરી રહી છે.
કેનેડામાં કામ કરતા વિદેશી વર્કર્સને અહીં સ્થાયી રીતે રહેવાની પરવાનગી આપવામાં આવે છે. આ માટે તેમને પરમેનેન્ટ રેસિડેન્સી (PR)ની સુવિધા મળે છે. કેનેડા ઘણા પ્રોગ્રામ ચલાવે છે જેના દ્વારા વિદેશી વર્કર્સને પીઆર આપવામાં આવે છે. દર વર્ષે, કેટલાક નવા પીઆર પ્રોગ્રામ્સની પણ જાહેરાત કરવામાં આવે છે, જે એ વર્કર્સ માટે હોય છે, જેની હાલમાં કેનેડિયન લેબર માર્કેટમાં જરૂર હોય છે. આ સંદર્ભમાં, 2025માં પરમેનેન્ટ રેસિડેન્સી આપવા માટે કન્સ્ટ્રકશન વર્કર્સને પસંદ કરવામાં આવ્યા છે.
- Advertisement -
કેનેડા આ વર્ષે કન્સ્ટ્રકશન વર્કર્સને પરમેનેન્ટ રેસિડેન્સી માટે એક નવો પ્રોગ્રામ રજૂ કરી રહ્યું છે. ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ જાહેરાત કરી છે. જોકે, સરકારે હજુ સુધી એ જણાવ્યું નથી કે નવો પરમેનેન્ટ રેસિડેન્સી પ્રોગ્રામ ક્યારથી લાગુ કરવામાં આવશે. સરકારે એ વાતની માહિતી પણ નથી આપી કે કન્સ્ટ્રકશન વર્કર્સને PR મેળવવા માટે કઈ શરતો પૂરી કરવી પડશે. પરંતુ સરકારે એ સ્પષ્ટ કરી દીધું છે કે પરમેનેન્ટ રેસિડેન્સી પ્રોગ્રામ આ વર્ષે રજૂ કરવામાં આવશે.
કેટલા કન્સ્ટ્રકશન વર્કર્સને મળશે PR?
માહિતી અનુસાર, કેનેડા સરકારે કહ્યું છે કે 14,000 વિદેશી કન્સ્ટ્રકશન વર્કર્સને પરમેનેન્ટ રેસિડેન્સી આપવામાં આવશે, પરંતુ સરકારે એ નથી કહ્યું કે શું આ લોકોને પરમેનેન્ટ પાથવેઝ, ટેમ્પરરી પાથવેઝ અથવા બંનેના મિશ્ર કાર્યક્રમ દ્વારા પરમેનેન્ટ રેસિડેન્સી આપવામાં આવશે? સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કેનેડિયન સરકાર 6000 અનડોક્યુમેન્ટેડ કન્સ્ટ્રકશન વર્કર્સને પણ પરમેનેન્ટ રેસિડેન્સી આપવાની છે. આ લોકો કોઈપણ દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે કામ કરવા માટે દેશમાં આવ્યા હતા.
- Advertisement -
માર્ક મિલરે જણાવ્યું, “અમે દેશભરમાં 6,000 જેટલા અનડોક્યુમેન્ટેડ કન્સ્ટ્રકશન વર્કર્સ માટે જગ્યા અનામત રાખી રહ્યા છીએ, જેથી તેઓ નવા કન્સ્ટ્રકશન પાથવેઝનો ભાગ બની શકે. આનાથી અત્યાર સુધી છુપાઈને રહેલા લોકોને સામે આવવાની તક મળશે.” મિલરે કહ્યું કે આમાંના ઘણા લોકો કાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હતા, પરંતુ પછી તેમના વિઝા એક્સપાયર થઈ ગયા. આ પછી પણ, આ લોકો છુપાઈને રીતે કામ કરતા રહ્યા. તેમણે કહ્યું કે આ વર્કર્સ જે પદો પર કામ કરે છે તે અમારા માટે નફાકારક સોદો બની શકે છે.
કન્સ્ટ્રકશન વર્કર્સને શા માટે આપવામાં આવી રહ્યા છે PR?
કેનેડામાં કન્સ્ટ્રકશન સેક્ટરમાં કામ કરતા વર્કર્સની અછત છે. ઘરોની અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. નવા મકાનો બનાવવા માટે કોઈ વર્કર્સ નથી. સરકારના મતે, 2030 સુધીમાં 60 લાખ ઘરો બનાવવાની જરૂર છે. એવામાં તેમને મિસ્ત્રી, પ્લમ્બર, સુથાર, વેલ્ડર જેવાકન્સ્ટ્રકશન વર્કર્સની પણ જરૂર છે, જેના કારણે તે વિદેશી વર્કર્સને દેશમાં લાવવા માંગે છે. તેમને લાંબા સમય સુધી દેશમાં રાખવા માટે હવે પીઆર આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કેનેડાના કન્સ્ટ્રકશન સેક્ટરમાં કામ કરતા 23% લોકો વિદેશી જ છે.