ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને સમાજને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે દલપતભારથી ઉર્ફે દલુભાઇ S/O કાળુભારથી મોતીભારતી ગૌસ્વામી ઉ.વ.૫૬ રહેવાસી ગામ- બેલા, બેલનાથ મહાદેવ મંદિર તાલુકો ગારીયાધાર જીલ્લો ભાવનગર વાળાના ઘરે નાર્કોટીક્સ અંગે રેઇડ કરી મજકુર ઇસમના ઘરેથી વનસ્પતિ જન્ય સુકો ગાંજો વજન ૧ કિલો ૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૦,૨૦૦/- સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ ઉલવાએ ફરિયાદ આપી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.ના અધિકારીશ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા બલવિરસિંહ જાડેજા તથા હરેશભાઇ ઉલવા તથા વિજયસિહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા હારીતસિંહ ચૌહાણ તથા ચિંતનભાઇ મકવાણા તથા ડ્રાઇવર મુકેશભાઇ કંડોલીયા તથા ભોજાભાઇ બરબસીયા જોડાયા હતા.