ખાનગી પ્રકાશનો પર રાજ્ય સરકારની લાલ આંખ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.26
- Advertisement -
રાજ્ય સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત ગાઇડ, નકશાપોથી, પ્રયોગપોથી, સ્વાધ્યાયપોથી, નિબંધ માળા વગેરે જેવી વસ્તુઓ વાપરવા પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્યની ખાનગી સ્કૂલમાં ફી થી લઈને પુસ્તકો ભણાવવા પર દબાણ કરતી જોવા મળી છે. ખાનગી શાળાઓમાં ખાનગી કંપનીઓના પ્રકાશનોના પુસ્તકોનો વેપાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે હવે ખાનગી કંપનીના પુસ્તકો ન ભણાવવાનો આદેશ કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. ગુજરાતની NCERT, GCERT અને CBSEની સ્કૂલોએ જે માન્ય એનસીઆરટી ના જ પુસ્તકો ભણાવવાના રહેશે. જો શાળા પોતાની મનમાની કરીને ખાનગી પુસ્તકો ભણાવવા પર દબાણ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને ભણાવવામાં આવી રહ્યા છે. જેમ કે ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પ્રકાશન ગાઈડ, નકશાપોથી, સ્વાધ્યાયપોથી, નિબંધ માળા વગેરે જેવા પ્રકાશનો ભણાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે આ ઠરાવનું પાલન નહીં કરે તો તેની સામે સરકાર કાયદેસરની કાર્યવાહી કરશે.
શિક્ષણ વિભાગમાં કરેલા ઠરાવની જોગવાઈઓ મુજબ એક્ટ 2009ની કલમ 2(એન) હેઠળના તમામ કેન્દ્રીય શાળા કે સીબીએસઈ સ્કૂલોએ એનસીઈઆરટી અથવા એનસીઈઆરટીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે.
- Advertisement -
શું છે હાલનો ઠરાવ
જો દેશની માન્ય શાળામાં એનસીઈઆરટી કે જીસીઈઆરટીના પુસ્તકો બાળકો દ્વારા લેવાય અને તેની સાથે ભેદભાવ કરવામાં આવશે અને ત્રાસ આપવામાં આવશે તો આવી તમામ સ્કૂલ સંચાલકો અને મેનેજમેન્ટ સામે જુવેનાઇલ એક્ટ 2015 જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ઠરાવમાં જોગવાઈ કરવામાં આવી છે. સરકારે આ ઠરાવની જોગવાઈઓ નું પાલન કરાવવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને જિલ્લા-તાલુકા કક્ષાના શૈક્ષણિક અધિકારીઓને કડક આદેશ પણ કર્યા છે આ તમામ જોગવાઈઓ- સૂચનાઓને સ્કૂલોએ પોતાની વેબસાઈટ પર તેમજ નોટિસ બોર્ડ પર મુકવાની રહેશે.