કિડની ફેલ્યોરમાં નજીકના સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટની સગવડતા મળશે : મનસુખ માંડવિયા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતનાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે રાજકોટ આવ્યા હતા. જે દરમિયાન તેમણે રાજકોટની સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ વખતે તેમની સમક્ષ આયુષ્યમાન ભારત યોજના અતંર્ગત હોસ્પિટલોને બાકી પેમેન્ટ તેમજ જે શહેરની કિડની હોય ત્યાં જ જો કિડનીની જરૂરિયાત હોય તો ત્યાં ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકતા નીતિ ઘડવાની બાંયધરી આપી હતી.
ભારત સરકારના કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાત ગૌ સેવા આયોગ અધ્યક્ષ ડો.વલ્લભ કથીરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ હાજર રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલને ઉદભવતા પ્રશ્નો સાંભળ્યા અને તેનો ઉકેલ ત્વરિત ગતિએ આવે તેવી બાંહેધરી આપી હતી. આ ચર્ચા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હોસ્પિટલના પ્રશ્ર્નો જેવા કે વિલંબિત પેમેન્ટની ચુકવણી, કારણ વગરના રીજેકશન, પેમેન્ટમાં બિનજરૂરી કપાત વગેરેનો ઉકેલ આપવાની બાંહેધરી આપી હતી.
આ ઉપરાંત નેફ્રોલોજી સોસાયટી ઓફ રાજકોટ વતી ડો. દિવ્યેશ વિરોજાએ કેડેવેરિક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઓર્ગન એલોકેશનની ગૂચવણ ભરેલી સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (જઘઝઝઘ)ની નીતિ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. જેનો અભ્યાસ કરી અને તેને તાત્કાલિક ધોરણે નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (ગઘઝઝઘ)ની ગાઈડલાઈન્સ મુજબ આપણા રાજ્યમાં પણ ઓર્ગન એલોકેશન કરવામાં આવશે તેવી ખાતરી માંડવીયાએ આપી હતી. જેથી દરેક વિસ્તારના કિડની ફેલ્યોરના દર્દીઓને નજીકના સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટની સગવડતા મળી શકશે.