ઉત્તરકાશી પાસેના નેહરૂ પર્વતારોહણ સંસ્થાના 30 તાલીમાર્થીઓ હિમશીલા તુટતા ફસાઇ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડોકરાની બામક ગ્લેશિયરમાં છેલ્લા 22 સપ્ટેમ્બરથી ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમ્યાન પર્વતારોહક ગ્લેશિયરની વચ્ચે હિમશીલા તુટવાથી ફસાઇ ગયા છએ. જેના રેસ્ક્યૂ એપરેશન માટે સેનાની મદદ લેવામાં આવી છે. હાલમાં રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ ટ્રેનિંગ કેમ્પમાં 33 ટ્રેઇની સાથે 7 પર્વતારોહક સહિતના 40 લોકો સામેલ હતા. અત્યાર સુધીમાં 3 ટ્રેનિંગ આપનાર તેમજ 7 ટ્રેઇની સહિતના 10 લોકોને બચાવવામાં આવ્યા છે. સેનાએ રેસ્કયૂ ઓપરેશન ચાલુ કરી દીધું છે. રાહત અને બચાવ કાર્ય માટે વાયુસેનાએ 2 ચીતા હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. વાયુસેનાનું કહેવું છે કે, અમે રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દીધું છે, કેટલાક હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
- Advertisement -
આ દુર્ઘટનામાં કેટલાક પર્વતારોહકના મૃત્યુના સમાચાર પણ આવ્યા છે. તેમના મોત પર રક્ષા મંત્રી રાજનાથ સિંહએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, ઉત્તરકાશીમાં નેહરૂ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનના કારણે જાનમાલનું નુકસાન થયું તેનું દુ:ખ છે. પોતાના પરિવારના સભ્યોને ગુમાવનાર તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.
રાજનાથ સિંહએ બીજા ટ્વિટમાં લ્ખ્યું કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મારી વાત થઇ અને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. ફસાયેલા પર્વતારોહકની મદદ માટે રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે. મે વાયુસેનાને રેસ્કયૂ ઓપરેશન કરવા માટે આદેશ આપ્યો છે. બધા લોકોની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરૂ છું.
https://twitter.com/rajnathsingh/status/1577203992207032320?re
- Advertisement -
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ટ્વિટ કરતા લખ્યું કે, દ્રૌપદીના ડાંડા-2 પર્વત માળામાં હિમસ્ખલન થતા ફસાયેલા ટ્રેઇનીને જલ્દીથી બહાર કાઢવા માટે NIMની ટીમની સાથે જિલ્લા પ્રશાસન, NDRF, SDRF, ITBP અને સેનાના જવાનો દ્વારા ઝડપથી રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
द्रौपदी का डांडा-2 पर्वत चोटी में हिमस्खलन में फंसे प्रशिक्षार्थियों को जल्द से जल्द सकुशल बाहर निकालने के लिए NIM की टीम के साथ जिला प्रशासन, NDRF, SDRF, सेना और ITBP के जवानों द्वारा तेजी से राहत एवं बचाव कार्य चलाया जा रहा है।
— Pushkar Singh Dhami (@pushkardhami) October 4, 2022