મોટી દુર્ઘટના સહેજમાં ટળી: સદનસીબે કોઈ જાનહાનિ નહીં, સ્કૂલ બસનો આબાદ બચાવ
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારામાં મંગળવારે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી જેમાં શહેરના ઉગમણા નાકા પાસે સ્નેહીજનોના સંભારણા રૂપે એક વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર અચાનક ધરાશાયી થયો હતો જોકે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.
- Advertisement -
ટંકારા શહેરના ઉગમણા નાકા પાસે એક વર્ષ પહેલાં જ સ્નેહીજનોના સંભારણા રૂપે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ગઈકાલે મંગળવારે બપોરના સમયે અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી જો કે સદનસીબે દુર્ઘટના સમયે કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે જાણ થતાં ટંકારા પોલીસ સહિત ગામના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવેશદ્વાર તૂટી પડ્યો ત્યારે વિદ્યાર્થીઓને લઈને જતી એક સ્કૂલ બસ અહીંથી થોડે જ દુર હતી જેથી પ્રવેશદ્વાર ધરાશાયી થવાની ઘટનાને માત્ર એકાદ મિનિટનો ફેર પડતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.