ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષ સુધી કે તેથી નિચેના સમયમાં ફરજ બજાનાર રાજ્યભરનાં ટ્રાફીક બ્રીગેડને ફરજમાંથી છુટા કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શીત કરી ટ્રાફીક બ્રીગેડના જવાનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જૂનાગઢ જિલ્લામાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા સભ્યોએ બહોળી સંખ્યામાં એકત્ર થઇને કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી રાજય સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને આવેદનમાં જણાવ્યુ હતુ કે, ચોમાસુ, ઉનાળો અને શિયાળા જેવી ઋતુમાં માનદવેતન સાથે ફરજ બજાવતા હોય છે. તેમજ તહેવારો અને વીવીઆઇપી બંદોબસ્તમાં બિનસમય મર્યાદમાં 10 થી 12 કલાક નોકરી કરવામાં આવતી હોય છે. છતા પણ ડીજીપી દ્વારા અચાનક છુટા કરવા અંગેના નિર્ણય લેવામાં આવેલ હોય હાલ ઘણા ટીઆરબી સભ્યો 10 વર્ષ તથા 5 વર્ષ કરતા પણ વધારે ફરજ બજાવતા હોય છે અને તેમના પરિવારનું ગુજરાન માનદવેતન ઉપર ચાલતુ હોય છે. આ નિર્ણય થકી આર્થિક રીતે તેમની અને તેમના પરિવારની પસ્થિતિ ખૂબ દયનિય થઇ શકે તેમ હોય અને જીવવુ ખુબ મુશ્કેલ બની શકે તેથી આ બાબતે અમારી રજૂઆત છે કે, ટીઆરબી સભ્યોને છુટા કરવા અંગેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જૂનાગઢ ટીઆરબી સભ્યોને છુટા કરવાના નિર્ણય સામે વિરોધ કરી આવેદન આપ્યું
