મહાઆરતી, અન્નકોટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 224 મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અત્રે મોટી શાક માર્કેટમાં આવેલ જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ બાદમાં બપોર અને સાંજે નાસિકના ઢોલ સથવારે મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે વિવિધ વાનગીઓનો અન્નકોટ પૂ.બાપાના ચરણોમાં ધરવામાં આવેલ જેના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી હતી. મંદિરને રંગબેરંગી લાઈટો અને ફૂલોથી શણગાર કરવામાં આવેલ હતો. જલારામ મંદિરેથી ભવ્ય વિશાળ શોભાયાત્રાનો લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મંદિર ટ્રસ્ટના ભદ્રેશભાઇ દાવડા, અશોકભાઇ ગદા, નીતુભાઇ રાડીયા, ભરતભાઇ ચોલેરા, બીપીનભાઇ અઢીયા, મુકેશભાઇ ચોલેરા સહિતની અગ્રણીઓની હાજરીમાં પ્રારંભ થયેલ જે શહેરના વિવિઘ રાજમાર્ગો ઉપર ફરી હતી.
- Advertisement -
શોભાયાત્રામાં ફડાકડાની આંતશબાજી તેમજ ડીજેના તાલે નાચ-ગાન સાથે મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈ બહેનો ઝુમી ઉઠ્યા હતા. શોભાયાત્રાનું રાજમાર્ગો પર ઠેર-ઠેર વિવિઘ સમાજો અને સંસ્થાઓએ સ્વાગત કરી ઠંડા-પીણાના સ્ટોલો ઉભા કરી પ્રસાદીનું વિતરણ કરેલ હતુ. પ્રભાસ પાટણમાં લંડનના પરીવારે બનાવેલ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળેલ જેમાં લોહાણા, સીંઘી, કોળી સહિત તમામ સમાજના લોકો સામુહીક રીતે જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાનો ડીજેના તાલ સાથે નાચ ગાન કરતા જોડાય અને વિવિઘ માર્ગો પર ફરેલ તેમજ લોહાણા મહાજન પ્રમુખ લાલભાઇ અટારાના નેજા હેઠળ લોહાણા વંડીમાં સમુહજ્ઞાતી પ્રસાદ યોજાયેલ અને રાત્રીના સત્ય નારાયણની કથા સાથે પ્રસાદનું આયોજન કરાયું હતું.