પાંચ પેપરોનું ઓપ્શન મળશે : બધા પ્રશ્નો ફરજીયાત
કોમન યુનિવર્સીટી એન્ટ્રેન્સ ટેસ્ટ (સીયુઈટી-યુજી) 2025 માં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેનો ઉદેશ છાત્રોને સમાન અવસર ઉપલબ્ધ કરાવવાનો છે હવે છાત્ર કોઈપણ વિષયમાં સીયુઈટી-યુજી પરીક્ષા આપી શકશે. ભલે તેમણે 12 માં ધોરણમાં તેમનો વિષય કોઈપણ રહ્યો હોય 5 વિષયનાં ઓપ્શન હશે. બધા વિદ્યાર્થીઓ બધા પ્રશ્નોનાં ઉતર આપવા જરૂરી છે.
- Advertisement -
બધાને પેપર હલ કરવા માટે એક કલાકનો સમય મળશે.આ ઉપરાંત વિષયની સંખ્યા ઘટાડાઈ છે.2024 ની પરીક્ષામાં 63 વિષય હતા જેને ઘટાડીને 37 કરવામાં આવ્યા છે. હાઈબ્રિડ માંડને સમાપ્ત કરી દેવાયો છે. સીયુઈટી એકઝામ હવે માત્ર કોમ્પ્યુટર બેઝડ (સીબીટી) જ રહેશે.
યુજીસી ચેરમેન પ્રો.એમ.જગદીશે જણાવ્યું હતું કે સીયુઈટી-યુજીનાં કવેશ્ચન પેપરમાં મળનારી ચોઈસને ખતમ કરી દેવાઈ છે. અર્થાત હવે બધા છાત્રો માટે એક સરખા પેપર જ હશે બધા છાત્રો માટે બધા પ્રશ્નો હલ કરવા જરૂરી રહેશે આ ફેરફાર સીયુઈટીમાં એક રૂપતા લાવવા માટે કરાયા છે. વિદ્યાર્થીઓ જે પેપરોમાં સૌથી ઓછા પ્રયત્ન કરે છે તેમને હટાવાયા છે.