ઝીણી કીડીનું વજન એક બાજુ અને બીજી દુનિયાની તમામ જીવસૃષ્ટિનો ‘ભાર’
નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત અહેવાલમાં જાણવા મળી રોચક વાતો: તમામ જીવસૃષ્ટિના વજન કરતાં કીડીનું વજન વધારે છે
- Advertisement -
જૈવિક સંતુલન અને ખાસ કરીને જીવાસમીઓના નિકાલ અને પ્રકૃતિનું સંતુલન રાખવા માટે કીડીબાઈનું સૌથી મોટું યોગદાન: 489 જેટલા અભ્યાસના તારણમાં જાણવા મળ્યું કે તમામ માનવીના વજન કરતાં કીડીઓના સમૂહનું વજન 20 ટકા વધારે છે
ફૂંક મારો ત્યાં ઉડી જાય તેવી સાવ નાની ‘ફોફા’ જેવી કીડીઓનું વજન સમગ્ર માનવજાત કરતાં પણ વધારે છે. આપણે તો ફક્ત લાલ અને કાળી બે જ કીડી જોઈ હશે, પણ આ પૃથ્વી પર 1 સે.મી.થી 3 સે.મી.ની લંબાઈ ધરાવતી 12 હજારથી વધુ પ્રજાતિઓ પૃથ્વી પર હયાત છે. કીડી સૌથી મનુષ્ય માટે ઉપયોગી છે. સૃષ્ટિના જૈવિક સંતુલન સાથે જીવાસમીઓના નિકાલ અને પ્રકૃતિનું સંતુલન રાખવા માટે નાનકડી કીડીનું બહુ મોટું યોગદાન છે. દુનિયામાં કીડીની વસ્તી 20 ક્વોડ્રિલ્લીન છે અર્થાત 2 પછી સોળ મીંડા!
જૈવિક કીડીનું મહત્ત્વનું અંગ ગણાતી કીડી વિશે તાજેતરમાં નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘણી રોચક વાતો જાણવા મળી હતી. સજીવ સૃષ્ટિનું ખૂબ જ મહત્ત્વનું અંગ આ કીડી તેના જીવન અને ખોરાકથી જૈવિક કડીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેમની જીવન તંત્ર વ્યવસ્થા સૌથી નિરાળી છે. તાજેતરમાં થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું કે કીટનાશકોની તુલનામાં કીડી ફસલ બનાવવામાં વધુ મદદગાર સાબિત થાય છે. શોધ-સંશોધનની દુનિયામાં કીડી ઉપર 489થી વધુ સંશોધનો કરાયા છે. આ સૃષ્ટિમાં કીડીની 15,700 પ્રજાતિઓ રહે છે.
- Advertisement -
બધા મહાદ્વીપો, જંગલો, રણ, ઘાસના મેદાનો અને ગામ અને શહેરોમાં બધે તેનો વસવાટ જોવા મળે છે. દુનિયાભરની કીડી 12 મિલિયન ટન શુષ્ક કાર્બન પેદા કરે છે જે મનુષ્યના કુલ વજનનો પાંચમો ભાગ છે. જીવવિજ્ઞાની એડવર્ડે ઓ. વિલ્સને એકવાર કહેલું કે આ નાનકડી ચીજ જે દુનિયા ચલાવે છે તે આજે સાબિત થાય છે. પ્રકૃતિના મહત્ત્વપૂર્ણ હિસ્સો એવી કીડી જમીનને હવા, બી ફેલાવવાનું કામ, કાર્બન પદાર્થોને તોડે, બીજા જાનવર માટે આવાસ નિર્માણ સાથે ખાદ્ય શ્રેણીની એક મહત્ત્વપૂર્ણ કડી છે.
કીડી પોતાના વજન કરતાં અનેકગણું વજન ઉઠાવી શકવાની ક્ષમતા ધરાવે છે. કીડી પાંચ કરોડ વર્ષથી સૃષ્ટિના મહત્ત્વના પર્યાવરણ જતન માટે કામ કરી રહી છે. ઈશ્ર્વરે પર્યાવરણ સંતુલન માટે પૃથ્વી પર નાના-મોટા બધા પ્રકારના જીવનું સર્જન કર્યું છે. કીડીઓ એક સામાજિક પ્રાણી છે અને તે જૂથમાં વિશાળ કોલોનીમાં રહે છે. આ કોલોનીમાં રાણી કીડી, પુરુષ કીડી અને ઘણી સ્ત્રી કીડીઓ સાથે રહે છે. રાણી કીડીના બાળકોની સંખ્યા કરોડોમાં છે. પુરુષ કીડીની ઓળખ તેની પાંખો હોય છે અને સ્ત્રી કીડીને પાંખ હોતી નથી. આજે દુનિયામાં એન્ટાર્કટિકા સિવાય વિશ્ર્વના દરેક ખૂણામાં કીડી જોવા મળે છે. સૌથી ખતરનાક કીડી બ્રાઝિલમાં જોવા મળે છે. એમઝોન જંગલમાં રહેતી આ કીડીનો ડંખ બંદૂકની ગોળી જેવો તીવ્ર હોય છે, આને કારણે તેને બુલેટ કીડી કહેવાય છે.
નાના જીવજંતુનું આયુષ્ય બહુ ટૂંકુ હોય છે પણ કેટલીક કીડીઓ 30 વર્ષ જીવે છે. ચોક્કસ પ્રકારની રાણી કીડી (પોગોનોમીમેક્સઓહી) બહુ લાંબુ જીવે છે. કીડી તેના કદ સંદર્ભમાં વિશ્ર્વની સૌથી મજબૂત જીવો પૈકી એક છે. તે તેની ક્ષમતા કરતાં 50 ગણું વજન વધારે ઉપાડી કે લઈ જઈ શકે છે. કીડીઓને કાન હોતા નથી તે માત્ર જમીનના સ્પંદન કે કંપન અનુભવી શકે છે.
કીડીને નામ પૂરતી આંખ હોય છે જે જોઈ શકતી નથી. જમવાની શોધમાં કીડી જ્યારે બહાર નીકળે ત્યારે તેની રાણી રસ્તામાં ફોરોમોન્સ નામનું રસાયણ છોડીને જાય છે, જેની ગંધ સુંઘતા તે બાકીની કીડીઓ તેની પાછળ ચાલે છે. આ પ્રક્રિયાની લાઈન બનતી હોવાથી તે એક સીધી લાઈનમાં ચાલે છે. કીડી જમીનમાં દર બનાવી કે કોઈપણ પોલાણવાળા ભાગમાં પોતાનું રહેઠાણ બનાવે છે.
કીડી સાથે ઘણી લોકવાયકાઓ પણ જોડાયેલી છે. ઘરમાં લાલ કીડીને અશુભ ગણવામાં આવે છે. એક નવાઈ પમાડે તેવી વાત એ છે કે કીડીને ફેફસાં હોતાં નથી અને તે માત્ર બે-ત્રણ મિનિટના ઝોકાં ખાય છે, લાંબી ઊંઘ નથી ખેંચતી.
દુનિયામાં સૌથી ખતરનાક કીડી ‘બુલેટ કીડી’!
બ્રાઝિલમાં જોવા મળતી અને એમેઝોનના જંગલોમાં એક ખતરનાક કીડી જોવા મળે છે, જેનું નામ છે ‘બુલેટ કીડી’! આ કીડીનો ડંખ બુલેટમાંથી છૂટેલી ગોળી જે ઝડપથી શરીરને વીંધે છે તેનાથી પણ તીવ્ર રીતે આ કીડી ડંખ મારે છે. દુનિયામાં એન્ટાર્કટિકા સિવાય સમગ્ર સૃષ્ટિમાં કીડીનું અસ્તિત્વ છે.
કીડીની મગજમાં અઢી લાખ મસ્તિષ્ક કોશિકાઓ!
નાનકડી કીડીની દુનિયા ચિત્ર-વિચિત્ર છે. બધા જીવજંતુઓમાં કીડી સૌથી જૂની છે. સૌથી મોટી કીડીને કાર્પેન્ટર કીડી કહેવાય છે. નાનકડાં જીવની મગજની રચના વિચિત્ર છે, તાકાતની સાથે તેનું મગજ પાવરફૂલ છે જેમાં અઢી લાખ મસ્તિષ્ક કોશિકાઓ છે. તેના રહેઠાણ માટે તે વિશાળ કોલોનીનું નિર્માણ કરે છે. તેનું ટોળુ ગમે તેને માટે ઘાતકી સાબિત થાય છે. માદા કીડી તેના જીવનકાળ દરમિયાન 60 હજાર ઈંડા આપે છે. કીડી યુદ્ધ થોડાક કલાકો લઈને અઠવાડિયા સુધી ચાલે છે.
મિકેનિકલ ઈજનેરો પણ તેની શરીર રચનાથી અચંબિત!
એક કીડી તેના શરીર કરતાં વધારે વજન ઉપાડવાની ક્ષમતાથી સૌ અચંબિત છે. કીડીના શરીરનું બંધારણ અંગો એવી રીતે ગોઠવાયા છે કે કાર્ય કરવામાં સુગમતા રહે છે. તેની શરીર રચનામાં તેની ગરદન બહુ મહત્ત્વની છે, કારણ કે મોંઢામાં ઉંચકેલી વસ્તુનો ભાર તેની ડોક પર આવે છે. જેમાં આવેલી નરમ કોશિકાઓ એના શરીરને જોડી રાખે છે.