ગિરનાર 33 કરોડ દેવી દેવતાના સાનિધ્યમાં પરિક્રમા યોજાશે
સ્વછતા સાથે પ્લાસ્ટિક મુક્ત રહેવા અને ગંદકી નહિ કરવા તંત્રની અપીલ
- Advertisement -
2023ની પરિક્રમામાં સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર લીલી પરિક્રમા, જે દેવુઉઠી એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક પૂર્ણમાશી સાથે પૂર્ણ થાય છે તે પાંચ દિવસ સુધી ચાલતી પરિક્રમાં 12 લાખ જેટલા ભાવિકો દૂર દૂર થી પધારે છે ત્યારે ગિરનારની 36 કિમિની પરિક્રમા કુદરતે નિર્માણ કરેલ સૌંદર્યના ખજાને માણવા સાથે ગિરનારી તીર્થ ક્ષેત્રમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે ત્યારે ખરા અર્થમાં પ્રભુના ભજન સાથે પરિક્રમા કરવા ગિરનારની પાવન ભૂમિના વરિષ્ઠ સંતો દ્વારા અપીલ કરવામાં આવી છે.
આદિ અનાદિ કાળથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ વધતું જાય છે ત્યારે 136 વર્ષના ઇતિહાસ જોવા મળેછે કે બગડુના અજા ભગતે નાના એવા સંઘ સાથે પરિક્રમા શરુ કરી હતી અને ધીરે ધીરે ગિરનાર પરિક્રમાનું મહત્વ વધી જતા આજે 12 લાખ જેટલા ભાવિકો પરિક્રમા કરવા પધારે તેના લીધે કુદરતી સૌંદર્ય સાથે ગિરનાર મહારાજની અનેરી ભક્તિ સાથે પરિક્રમા યોજાય છે જેમાં પ્રતિ વર્ષ હજારો ટન કચરો એકત્ર થાય છે અને પરિક્રમા કરવા આવતા ભાવિકો અને અન્નક્ષેત્ર સહીત નાના મોટા ધંધાર્થીઓ દ્વારા જે પ્લાસ્ટિક કચરા સાથે અન્ય ખાધ્ય ચીજવસ્તુના લીધે ખુબ ગંદકી ફેલાય છે તેના કારણે વન્ય સંપદા અને વન્ય જીવ સૃષ્ટિને નુકશાન થાય છે ત્યારે પરિક્રમા કરવા આવતા ભાવિકોને ગિરનાર સાધુ સંતો અને મહંતો દ્વારા સ્વછતાને પ્રધાન્ય આપીને પરિક્રમા કરવા ખાસ ભાર મૂકીને અપીલ કરી છે.
- Advertisement -
ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતોમાં અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ,શ્રી ગૌરક્ષ આશ્રમના મહંત શેરનાથ બાપુ, ગુરુ દત્તાત્રય ભગવાન મંદરીના મહંત મહેશગિરી બાપુ, ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ મહંત ઇન્દ્રભારતી મહારાજ તેમજ ભારતી આશ્રમના મહંત સહીત સંતો મહંતોએ પરિક્રમા કરવા આવતા પરિક્રમાર્થી ઓને ગિરનાર એક એવી ભૂમિ છે ક્યાં જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે અને તેની સાથે ગિરનારની ફરતે કુદરતનો અનેરો ખજાનો છે તથા વન્ય જીવ સૃષ્ટિથી ભરપૂર છે એવા સમયે કુદરતી રીતે ખીલેલી વન્ય સંપદાને નુકશાન ન થાય અને ગિરનારી મહારાજના સ્મરણ સાથે પરિક્રમા યોજાય તેવી ભાવિકોને અપીલ કરી છે સનાતન ધર્મ એ આદિ અનાદિ કાલથી ચાલ્યો આવેછે અને ચાલશે તેના ભાગ રૂપે ગિરનારની લીલુડી પરિક્રમા કરવા દેશ વિદેશથી આવતા ભાવિકો પ્રકૃતિના જતન સાથે પ્રભુ ભજન અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા કરો તેવી ભાવિકોને અપીલ છે.
વહીવટીતંત્ર દ્વારા સ્વછતા પર ભાર મુક્યો
જૂનાગઢ ગિરનાર ફરતે યોજાતી લીલી પરિક્રમામાં 12 લાખ જેટલા ભાવિકો જોડાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ સ્વછતા રહે તેવા પ્રયાસો આ વર્ષે કરવામાં આવ્યા છે જેમાં પરિક્રમા રૂટ પર ઠેર ઠેર બેનરો તેમજ ચિત્રો બનાવામાં આવ્યા છે તેની સાથે કચરા પેટી રોજબરોજ ઉઠાવી તેનો જંગલ બહાર નિકાલ કરવામાં આવશે તેમજ અન્નક્ષેત્ર ચલાવતા સંચાલકોને તકેદારી રાખવા સૂચનાઓ અપાઈ છે એજ રીતે ભવનાથ તળેટી વિસ્તારમાં પાંચ દિવસ સુધી સતત લાખો યાત્રિકોની અવર જવર થશે તેના માટે મનપા દ્વારા સફાઈ માટે ખાસ વધારોનો સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે રાઉન્ડ ધ ક્લોક સફાઈ રાખવામાં આવશે.