ચૂંટણીપંચ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવી વોર્ડ રચનાની કામગીરી હાથ ધરશે
27 ટકા OBC અનામતનું જાહેરનામું પ્રસિદ્ધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યુ છે અને ઓકટોબરના પ્રથમ સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે. જોકે હવામાન નિષ્ણાંતો છેક દિવાળી સુધી ચોમાસુ વાતાવરણ રહે તેવી શકયતા છે. તો બીજી તરફ રાજયમાં ચૂંટણીનો માહોલ પણ ધીમે ધીમે જામવા લાગશે તેવા સંકેત છે.
આગામી બે માસમાં રાજયમાં 80 નગરપાલિકાઓ, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 ગ્રામ પંચાયત સહિત 4765 પંચાયત ચૂંટણીઓ આવી રહી છે. આ ઉપરાંત જુનાગઢમાં પણ મહાનગરપાલિકાની મુદ્દત પણ જે જુલાઇમાં પૂરી થઇ તે પછી અહીં સ્થાનિક ચૂંટણી પણ દિવાળી પછી યોજાઇ તેવી શકયતા છે.
- Advertisement -
ચૂંટણી પંચમાં આઇએસ અધિકારી ડો.મુરલી ક્રિષ્નાને નિયુકિતનું નોટીફીકેશન બહાર પડતા જ સર્વપ્રથમ કામ રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાસ કરીને જયાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની છે. તેથી નગરપાલિકાઓની વોર્ડ રચના પણ ફરશે તે નિશ્ચિત છે. કવાયત પણ ટુંક સમય ચાલુ થશે અને ઓકટોબરના અંત સુધીમાં પુરૂ થશે. ઝવેરી કમીશનના આધારે થયેલા ફેરફારના અંગે હાઇકોર્ટમાં રીટ દાખલ થઇ છે. પરંતુ તેમાં કોઇ તાત્કાલીક સુનાવણીની શકયતા નહીંવત છે અને રાજય સરકારે તેથી જ 27 ટકા ઓબીસી અનામત મુજબ વોર્ડ રચના અને અનામત બેઠકો અંગેનું નોટીફીકેશન ઇસ્યુ કર્યુ છે.
જેના કારણે ભવિષ્યમાં મહાનગરપાલિકાઓમાં ઓબીસી અનામત ર7 ટકા જેટલી થશે. જોકે આ ચૂંટણીઓ ઓકટોબરના અંત બાદ અને ખાસ કરીને દિવાળીના તહેવારનો માહોલ પુરો થાય તે પછી યોજાશે તે નિશ્ચિત છે.