ફૂરસતની પળોમાં સાહિત્યપ્રેમી! : રાજકોટમાં તાજેતરમાં જ જેમનું અઈઙ ક્રાઇમ તરીકે પોસ્ટિંગ થયું છે એ સખત અધિકારી ડી.વી. બસિયાનો નજીકથી પરિચય…
જો તમે સમાચારોની નોંધ લેતા હોય અને તેને ઝીણવટપૂર્વક નિહાળતા હોય તો તમને ખ્યાલ હશે કે, રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કોરોના માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેકસનના કાળાબજારનું આખું નેટવર્ક પકડી પડ્યું.ઇન્જેકશન બ્લેકમાં વેંચતા એજન્ટો, મેડિકલ સ્ટોર સંચાલકને તથા કોરોનાની ગેરકાયદેસર સારવાર કરતા હોમિયોપેથિક ડોક્ટરને ઝડપી લીધા. ગુજરાતભરમાં આવી સખ્ત કાર્યવાહી ફક્ત અને ફક્ત રાજકોટમાં થઈ છે અને તેનો ઘણો ખરો યશ જાય છે શહેર એસીપી-ક્રાઇમ ડી.વી. બસિયાને. એસીપી બસિયાનું રાજેકોટના એસીપી-ક્રાઇમ તરીકે પોસ્ટિંગ હજુ હમણાં જ થયું. જોકે, રાજકોટ તેમના માટે અજાણ્યું નથી. આગાઉ તેઓ રાજકોટ એસઓજીમાં ફરજ બજાવી ચુક્યા છે.મૂળ અમરેલી જિલ્લા એસઓજીમાં ફરજ બજાવી ચુક્યા છે. મૂળ અમરેલી જિલ્લાના વતની એસીપી બસિયા અગાઉ રાજકોટ ઉપરાંત જામનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ફરજ બજાવી ચુક્યા છે પરંતુ કામગીરીનો આત્મસંતોષ તેમને સૌથી વધુ રાજકોટમાં જ મળે છે. બાહોશ અધિકારીની શાખ ધરાવતા એસીપી બસિયાના આગમનથી રાજકોટ પોલીસથી ટીમ વધુ સુદ્રઢ અને મજબૂત બની છે.
રાજકોટમાં 12-14 કલાક કામ કરીએ તો પણ થાક ન લાગે
એસીપી બસિયા કહે છે કે, રાજકોટમાં કામ કરવાને થ્રિલ-રોમાંચ અલગ જ હોય છે. અહીં જે નિતનવા પ્રકારના કેઈસ આવે તેવા અન્ય સ્થળે આવે જ નહીં. રાજકોટમાં કામ કરવું એ એટલે જ રોમાંચક હોય અહીં ગમ્મે તેટલું કામ કરવું પડે થાક નથી લાગતો અહીં 12-14 કે 16 કલાક કામ કરીએ તો પણ થકાવટ જેવું બિલકુલ નથી લાગતું એટલે જ રાજકોટમાં પોસ્ટિંગ થાય તો ગમે જ.
સાહિત્યનો પણ જીવ છે ACP બસિયા!
સખ્ત અને શિસ્તપ્રિય અધિકારી તરીકે જાણીતા એ.સી.પી બાસિયાની ભીતર એક સંવેદનશીલ, સાહિત્યપ્રેમીનું હૃદય ધબકે છે. તેઓ ગુજરાતી સાહિત્ય સાથે હજુ તેમને મારવા દીધો નથી.હજુ પણ તેઓ નિયમિત વાંચન કરતા રહે છે. મોરારીબાપુના પણ તેઓ પરમ ચાહક છે.વર્ષો સુધી તેઓ બાપુ દ્વારા આયોજિત અસ્મિતા પર્વમાં જતા રહ્યા છે.તેઓ એક સજ્જ વાચક છે અને વ્યસ્તતા વચ્ચે પણ થોડો સમય વાંચન માટે અવશ્ય કાઢે છે.
ખબરીઓનું મહત્ત્વ: કલ આજ ઔર કલ
એસીપી બસિયા ગુનાઓ ઉકેલવા પરંપરાગત હુયુંમાં સોર્સ સાથે ટેલ્કોલોજીનું સંયોજન કરવાના સમર્થક છે. તેમની દ્રષ્ટિએ ખબરીઓનું મહત્વ ગઈકાલે પણ હતું,આજે પણ છે અને આવતીકાલે પણ હશે.તેઓ કહે છે કે,મોબાઈલ,ટેક્નોલોજી ન હોતા ત્યારે પણ ગુનાઓ ઉકેલાતા જ હતા ત્યારે હુમાન સોર્સ,ખબરીઓનું નેટવર્ક ખપમાં લાગતું આજે ટેક્નોલોજીની સગવડ છે. ત્યારે જો હુમાન સોર્સ સાથે તેનું યોગ્ય સંયોજન સાધવામાં આવે તો તેના ઉમદા પરિણામો મળી શકે. ટૂંકમાં કહી એ તો બેયનું ક્ધફ્યુઝન આવશ્યક છે!
સ્ટોન કિલરનો કેસ સૌથી યાદગાર
એસઓજી રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે સ્ટોન કિલરને પકડવામાં તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં તેમને મહત્ત્વપૂર્ણ ભૂમિકા બજાવી હતી.સ્ટોન કીલરે જયારે છેલ્લું મર્ડર (વલ્લભભાઈ નામના વ્યક્તિનું)કર્યું ત્યારે તેમને અને ટીમે સીસીટીવી ફૂટેજને ઝીણવટપૂર્વક ફંફોસી નાખ્યા. વીડિયો ફૂટેજમાં શંકાસ્પદ કિલર દેખાતો હતો પરંતુ તેનો ચેહરો સ્પષ્ટ દેખાતો ન હતો.માત્ર તેની ચાલવાની સ્ટાઇલનો ખ્યાલ આવતો હતો.બાદમાં ત્યારે સ્ટોન કિલર જામનગરમાં હોવાની બાતમી મળી ત્યારે એ.સી.પી બાસિયાની સાથે તત્કાલીન એ.સી.પી હર્ષદ મહેતા તથા જે-તે વિસ્તારમાં વોચ ગોઠવી ચહેરો તો સ્પષ્ટ હતો નહિ,તેથી તેમણે માત્ર તેની ચાલ પરથી સ્ટોન કિલરને ઝડપી લીધો એ.સી.પી બસિયા કહે છે.”એ કેસ ખરેખર યાદગાર હતો.
આગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી સ્થિતિઓનો અમે સામનો કર્યો, ક્યારેય ન જાણી હોય તેવી અનેક બાબતો જાણમાં આવી એ કેસ કદી નહીં ભૂલાય!