રાત્રિના સમયે પૂરપાટ ઝડપે નીકળતા વાહનોથી ગ્રામજનો પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં આર.ટી.ઓ તંત્રની નિષ્ક્રિયતાના લીધે ઓવર લોડ વાહન ચાલકો બેફામ બન્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળીમાં થતાં ગેરકાયદેસર કોલસાનું ખનન, સાયલા ખાતેથી કપચી, લીમડીથી રેતીનું ખનન ધમધોકાર ચાલે છે. જે સૂર્યાસ્ત થતાં જ ખનિજ હેરફેર કરવા જાણે વાહનોની કતારો લાગે છે પૂર ઝડપી અને ઓવર લોડ વાહનો ગેરકાયદેસર ખનિજ ભરીને વઢવાણ વિસ્તારની હદમાંથી પસાર થાય છે પરંતુ જે પ્રકારે આર.ટી.ઓને કામગીરી કરવામાં રસ નથી તે પ્રકારે જ અહીંના મામલતદાર પણ નિષ્ક્રિયતાના ભૂમિકામાં નજરે પડે છે
- Advertisement -
તેઓના વિસ્તારમાંથી દરરોજ હજારોની સંખ્યામાં નીકળતા ઓવર લોડ અને ગેરકાયદેસર ખનિજ હેરફેર કરતા વાહનો સામે મામલતદાર પણ મૂકપ્રેક્ષક બનીને બેસી રહે છે. આ વાહનો પુર ઝડપે અને ગ્રામ્ય વિસ્તારના માર્ગ પરથી પસાર થતા હોવાના લીધે સામે આવતા વાહનને રાત્રીના સમયે પણ પોતાનું વાહન રોડના નીચે ઉતરવું પડે તેવી સ્થિતિ ઉદભવ થાય છે. જીજે અગાઉ પણ ખનિજ ભરેલ વાહનોના અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે પરંતુ હજુય તંત્ર જાગવાનું નામ નથી લેતું જેના લીધે વઢવાણ પંથકના ગ્રામજનો પણ રાત્રીના સમયે ચાલતા ખનિજ ભરેલા વાહનો બંધ કરવા માંગ કરી રહ્યા છે.