પાંચ શખ્સ કંપનીનું શટ્ટર તોડી ઘૂસ્યા હોવાનું CCTV કેમેરામાં કેદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
મોરબી જિલ્લા બાદ હવે ચડ્ડી બનીયાન ધરી ગેંગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે એક ખાનગી કંપનીમાં આ ગેંગ રાત્રીના સમયે હાથફેરો કરવા શટ્ટર પણ તોડ્યું હતું જોકે હજુસુધી કંપનીના મલિક દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ ધ્રાંગધ્રા પોલીસને નહિ આપતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે પરંતુ આ તમામ વચ્ચે ખાનગી કંપનીમાં હાથફેરો કરવા પહોંચેલી ચડ્ડી બાનિયાન ધરી ગેંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં મોડી રાત્રીના સમયે ગેંગના ચાર ઈસમો દુવાલ કૂદીને સોલડી સ્થિત ખાનગી કંપનીમાં પ્રવેશ કરે છે જે બાદ એક ઈસમ મેઈન ગેટ પર ધ્યાન રાખે છે અને ત્રણેક ઈસમો શટર તોડી અંદર પ્રવેશે છે. આશરે ચારેક મિનિટ કંપનીમાં હાથફેરો કર્યા બાદ તમામ ઈસમો પરત ફરતા પણ નજરે પડે છે સીસીટીવી ફૂટેજમાં નજરે પડે તેજાબ ચાર ઈસમો ચડ્ડી અને એક ઈસમ દ્વારા પેન્ટ શર્ટ પહેરેલ હોવાનું માલુમ પડે છે ત્યારે આ પ્રકારે ચડ્ડી બનીયાન ધરી ગેંગ હવે ધ્રાંગધ્રામાં દેખા દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.