દારૂના કેસમાં ફિટ કરી દેવાનું કહી 10 લાખની માંગણી કરતાં હોવાનો આક્ષેપ
પત્નીની ફરિયાદ પરથી લોધિકા પોલીસમાં ફોજદાર સામે મરવા મજબૂર કરવા અંગે નોંધતો ગુનો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગોર્વધન ચોક પાસે રહેતા યુવકે લોધીકાના ખાંભા ગામે મંદિરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ કરતા યુવકે વિરમગામના પીએસઆઈ દારૂના કેસમાં છેલ્લા ચારેક માસથી હેરાન કરતા હોય કંટાળી પગલુ ભરી લીધાનો રાજકોટ પોલીસ કમિશ્નરને સંબોધી વિડીયો બનાવી વાયરલ કર્યો હોય લોધિકા પોલીસે પત્નીની ફરિયાદ પરથી વિરમગામના પીએસઆઈ વિરૂધ્ધ મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના ગોવર્ધન ચોકમાં રહેતા અલ્પાબેન દિપકભાઈ ધાધરીયાએ લોધિકા પોલીસ મથકમાં પતિ દિપકભાઈ હરજીભાઈ ધાધરીયા ઉ.40ને મરવા મજબૂર કરવા અંગે વિરમગામ ગ્રામ્યના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે હું માવતરે ભાઈ ભાભી સાથે ગઈ હતી મારો પુત્ર અને પતિ ઘરે એકલા હતા બપોરે જમીને નીકળ્યા બાદ હું પરત ઘરે આવી ગઈ હતી અને પતિને ફોન કરતાં ફોન રિસીવ થયા ન હતા મોડી રાત્રે ફોન કર્યા છતાં કોઈ રિપ્લાય મળ્યો ન હતો તે પછી અમે સૂઈ ગયા હતા સવારે ઊઠીને ફરી ફોન કર્યો હતો પરંતુ કોઈ રિપ્લાય મળ્યો ન હતો દરમિયાન મારા પતિનો બીજો ફોન મળી આવતા તેમાં જોતાં તે વિરમગામના પીએસઆઈ પૈસા માંગી હેરાન કરતાં હોવાથી પોતે આપઘાત કરવા જાય છે તેવો વિડિયો જોવા મળતા તુરંત અન્ય ખાંભા ગામે જઈ પરિવારજનોને વાત કરતાં તેઓ શોધવા નીકળ્યા ત્યારે લોધીકાના ખાંભા ગામે રીબડા રોડ પર આવેલા મોગલ માતાજીના મંદિરેની છતના હુકમાં દિપકએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું અને લાશ લોધિકા હોસ્પિટલે પડી હોવાની જાણ થતાં સૌ ત્યાં દોડી ગયા હતા મૃતક ત્રણ ભાઈમાં નાનો અને સુથારી કામ કરતો તેમજ સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે.
ચાર મસ પૂર્વે પોતે એક પેટી દારૂ મંગાવ્યો હોય તેમાં તેનું નામ ખૂલતાં વિરમગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેથી ત્યાંના પી.એસ.આઈ. પટેલને 4 લાખ આપ્યા હતા થોડા દિવસો પહેલા ફરી કોઈ દારૂનો કેસ કર્યો હતો તેમાં પણ ખોટી રીતે મારુ નામ ખોલાવી વધુ 10 લાખ માંગતા હોવાથી તેના માનસીક ત્રાસથી કંટાળી આપઘાત કરવા જતો હોવાનું અને પોલીસ કમિશનર ન્યાય અપાવજો તેવું વિડીયોમાં જોવા મળ્યું હતું જેથી પોલીસે મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.