ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ લેમીનેટ ફેક્ટરીમાં કેમિકલ લીક થતા દાઝી ગયેલા યુવાનનું મોત નીપજ્યું છે. વેલવિન લેમીનેટ એલએલપી નામની ફેકટરીમાં કામ કરતા બલવાનસિંહ જીવનસિંહ દેવડા અને ભવાનસિંહ વિક્રમસિંહ મકવાણા નામના શ્રમિક ગત તા. 25 ના રોજ વેસલ વિભાગમાં કેમિકલ પાઈપલાઈન દ્વારા મોટરથી ચડાવતા હતા જોકે પાઈપ લીકેજ થતા બંને શ્રમિકો દાઝી ગયા હતા જેથી તેમને સારવાર માટે શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાજોકે ભવાનસિંહની તબીયત સારી થઈ ગઈ હતી પરંતુ બલવાનસિંહને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં રસ્તામાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના સુસવાવ ગામે ફેક્ટરીમાં કેમિકલ લીકેજ થતા દાઝી ગયેલા યુવાનનું મોત
