56 હજારના દારૂ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શક્ત શનાળામાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી તેનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને રૂ. 56 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અને સાથે એક શખ્સની ધરપકડ પણ કરી છે જ્યારે બીજા એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે, દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજા તથા ધનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા (રહે. બંને નીતીનનગર, શકત શનાળા) પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 100 બોટલ (કિં.રૂ. 56,800) નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે દારૂના હેરફેરમાં ઉપયોગમાં લેવાતી બે લાખની કિંમતની ક્રેટા કાર મળી કુલ રૂ. 2,56,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને સાથે ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી જ્યારે દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.