જાહેર આરોગ્ય જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને કલેક્ટરની તાકીદ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળા અટકાયતી, ઙઈ-ઙગઉઝ એડવાઈઝરી કમિટી, મેલેરિયા સંકલન સમિતિ, તમાકુ નિષેધ અને સ્વચ્છતા તથા ઉૠછઈ, ઙખ-ઉંઅઢ સમીક્ષા વગેરેની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.


આ બેઠકમાં કલેક્ટર જી. ટી. પંડ્યાએ આરોગ્ય વિભાગ પાસે રહેલા દવાના સ્ટોક, ક્લોરિન પાવડર-ટેબલેટ વગેરેનો જથ્થો, કોવીડની પરિસ્થિતિ અને ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત જાહેર આરોગ્ય જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે બસ સ્ટેન્ડ પર કે બસ અથવા અન્ય કોઈ પણ જાહેર જગ્યાએ કોઈ વ્યક્તિ ગંદકી કરે કે ધૂમ્રપાન કરે તો તેને તાત્કાલિક દંડ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ શું શું આયોજન કરવામાં આવ્યું છે, મેલેરિયા અન્વયે નિયમિત કેટલા સર્વે કરવામાં આવે છે તથા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવે, સિવિલ હોસ્પિટલના આરએમઓ સરડવા સહિત આરોગ્ય વિભાગ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.