કેન્દ્ર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું, “આજકાલ ઈડી અને કેન્દ્રીય એજન્સીઓની મદદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
આવકવેરા વિભાગની નોટીસ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું છે કે તેમના ચૂંટણી સોગંદનામા અંગે તેમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. પવારે આ વાતો પુણેમાં કહી હતી. પવારે ભાજપ સરકાર હેઠળની કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ વિશે પણ વાત કરી હતી અને દાવો કર્યો હતો કે તેમને 2004, 2009 અને 2014 માં તેમના ચૂંટણી સોગંદનામાના સંદર્ભમાં આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી હતી. બાદમાં પવારે આ નોટિસ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, “મેં 2009માં લોકસભા માટે ચૂંટણી લડી હતી. 2009 પછી હું 2014ની રાજ્યસભાની ચૂંટણીમાં ઊભો રહ્યો. અને હવે મને 2020 ની રાજ્યસભાની ચૂંટણીના સોગંદનામા સંદર્ભે એક નોટિસ પણ મળી છે. સૌભાગ્યે મારી પાસે તેની બધી જ માહિતી વ્યવસ્થિત છે.”
તપાસ એજન્સીઓનો દુરુપયોગ
કેન્દ્ર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા પવારે લખ્યું, “આજકાલ ઈડી અને કેન્દ્રીય એજન્સીઓની મદદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામો દેખાઈ રહ્યા છે. વિધાનસભાના કેટલાક સભ્યોનું કહેવું છે કે તેમને તપાસની નોટિસ મળી છે. આ નવી રીત શરૂ થઈ ગઈ છે. અમને પાંચ વર્ષ પહેલાં ઇડીનું નામ પણ ખબર નહોતી. આજે ગામડાંઓમાં પણ લોકો મજાક કરે છે કે તમારી પાછળ કોઈ ઈડી લાગ્યું હશે.”
आयकर विभाग ने एनसीपी प्रमुख शरद पवार को 2004, 2009, 2014 और 2020 में दायर चुनावी हलफनामों के संबंध में नोटिस भेजा है।
- Advertisement -
(फाइल तस्वीर) pic.twitter.com/Rs0ysxbfXm
— ANI_HindiNews (@AHindinews) July 1, 2022
મારી પાસે બધી જ માહિતી છે
પવારે વધુમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમનો ઉપયોગ વિવિધ રાજકીય મંતવ્યો ધરાવતા લોકો માટે કરવામાં આવે છે. તેમણે આગળ લખ્યું, ” ઇન્કમટેક્ષ તરફથી મને પણ આવો જ એક લવ લેટર મળ્યો છે. હવે તેઓ 2004ની લોકસભા ચૂંટણી દરમિયાન સોગંદનામામાં આપેલી જાણકારીની તપાસ કરી રહ્યા છે. તેથી મને માહિતી આપવાની કોઈ ચિંતા નથી.”
બળવાખોર ધારાસભ્યો પર ગુસ્સે
પવારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે શિવસેનાનું એનસીપી અને કોંગ્રેસ સાથેનું જોડાણ તેમના બળવાનું મુખ્ય કારણ હતું. તેમણે કહ્યું, “આ આરોપ પાયાવિહોણો છે. તેને એનસીપી અને કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. લોકોએ (બહાના તરીકે) કંઈક કહેવું પડશે, તેથી એનસીપી અને કોંગ્રેસ પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે