કેન્દ્રના મોડેલ પર રાજયોને દેવા – નિયંત્રણ ફોર્મ્યુલા અપનાવવા સલાહ
લોકસભામાં નાણામંત્રીએ ખાતરી આપી વિકાસની ધીમી પડેલી ગાડી ફરી પુરપાટ દોડવા લાગશે : લોકોના હાથમાં નાણા આપીને અમોને મધ્યમવર્ગને મજબૂત બનાવ્યો છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
કેન્દ્રીય બજેટમાં મધ્યમવર્ગને રૂા.12 લાખ સુધીની આવકમાં કોઈ ‘આવકવેરા’ નહી તે નિશ્ચિત કરીને કેન્દ્રની મોદી સરકારે રાજકીય અને આર્થિક બન્ને મોરચે વાહવાહ મેળવી લીધી તો જે રીતે કેન્દ્રએ તેના દેવાને પણ અંકુશમાં રાખ્યું તેની પણ પ્રશંસા થઈ રહી છે. તે વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે 2047ના વિકસીત ભારતના જે લક્ષ્ય છે તેને મોદી સરકાર આગળ ધરીને વધુ મહત્વના પગલા લઈ રહી છે અને વધુ આર્થિક જાહેરાતો થશે.
લોકસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા તેઓએ ઉમેર્યુ કે, વિશ્વના સૌથી ઝડપથી વધતા અર્થતંત્ર તરીકે ભારત તેની ગતિ જાળવી રાખે તે સૌથી મહત્વનું છે અને સપ્ટેમ્બર 2024ના કવાટરથી અર્થતંત્રમાં જે ઢીલાશ આવી છે તેમાં બહુ ઝડપથી ઈકોનોમી રીબાઉન્ડ થશે અન આ માટે સરકાર વધુ અનેક પગલાઓ લઈ રહી છે.
શ્રીમતી સિતારામને કહ્યું કે, સરકારનો મુખ્ય લક્ષ્ય વિકાસને ગતિ આપવાનો અને વધુ સારો વિકાસદર હાંસલ કરવાનો છે અને વિકાસ પર સર્વાંગી તથા ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાનો છે જેના કારણે ઘરેલું વપરાશ પણ વધશે.
તેઓએ કહ્યું કે, છેલ્લા 12 કવાટરથી જ અર્થતંત્રની ગતિને અસર થઈ છે અને તેમાં સપ્ટેમ્બર 247 કવાટર 5.4%નો વિકાસદર નોંધાયો હતો અને આર્થિક સર્વે હવે 6.3%થી 6.8%નો વિકાસ દર હાંસલ કરાશે તેવો સંકેત આપે છે.
સિતારામને રાજયોને તેમના દેવાને અંકુશમાં રાખવા માટે કેન્દ્રની ફોમ્ર્યુલા અપનાવવા માટે સલાહ આપી હતી. તેઓએ સલાહ આપી કે રાજયએ દેવા-નિયંત્રણ પર ધ્યાન આપવું પડશે. કેન્દ્રનું નવું દેવા માળખુ રાજયને તે મુદે એક મોડેલ બની શકે છે અને દેવામાં ખાસ કરીને ચુસ્ત ફોમ્ર્યુલા અપનાવવાની જરૂર છે. કેન્દ્ર સરકાર તેની રાજકીય ખાધ નિયંત્રણમાં રાખવામાં સફળ રહી છે તેના પર નાણામંત્રીનો સંકેત હતો.
નિર્મલા સીતારામને કહ્યું કે, અમો લોકોના હાથમાં નાણા આપ્યા છે અને તેઓજ હવે વિકાસને વેગ આપશે. સરકારના દેવાનો એક એક રૂપિયાનો ઉપયોગ કેપીટલ એકસપેન્ડીચરમાં થશે જેથી તેનું વળતર અર્થતંત્રને મળી રહેશે.