દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા, એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન પ્લેન બન્યું અકસ્માતનો શિકાર
તેલંગાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક પ્લેન અકસ્માતમાં 2 પાયલોટના મોત થયા છે. આ અકસ્માત ડિંડીગુલમાં થયો હતો. પ્રાથમિક વિગતો મુજબ એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન પ્લેન અકસ્માતનો શિકાર બન્યું છે.
- Advertisement -
#WATCH | A Pilatus PC 7 Mk II aircraft met with an accident today morning during a routine training sortie from AFA, Hyderabad. Both pilots onboard the aircraft sustained fatal injuries. No damage to any civil life or property has been reported: Indian Air Force officials https://t.co/EbRlfdILfg pic.twitter.com/Eu65ldloo6
— ANI (@ANI) December 4, 2023
- Advertisement -
સોમવારે સવારે તેલંગાણાના મેડક જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં બે અધિકારીઓ હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના તુપરન મંડલમાં થયો હતો. તેમણે કહ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા. મેડક જિલ્લામાં એરફોર્સનું તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ તાલીમાર્થી વિમાન હૈદરાબાદ-ડિંડીગુલ એરફોર્સનું હતું. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.