ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચાવડાના આજે
દુઃખદ અવસાન બદલ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ટેલિફોનીક વાત કરીને મુખ્યમંત્રીશ્રીએ દુઃખદ ઘડીમાં તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સદગતના દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.


