રાજકોટ – સમૃદ્ધ પર્યાવરણ નિરોગી જીવન માટે અતિ આવશ્યક છે. પર્યાવરણની રક્ષા અને તેની જાળવણી અર્થે ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની અનેકવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ થકી ઉજવણી કરવામાં આવી.
આરોગ્ય વિભાગના મહત્વના એકમ 108 ની રાજકોટની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આજરોજ ૧૦૮ ના તમામ ૨૫ પોઇન્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ કરી આવનારી પેઢીને સુરક્ષિતતાનો ભરોસો પૂરો પાડ્યો છે.
- Advertisement -
કોરોનાના કાળમાં ઓક્સીજનની મહત્તા આપણે સારી રીતે અનુભવી છે. કુદરતી રીતે ઓક્સિજન પૂરો પાડતા વૃક્ષો હજારો વર્ષોથી વિના મૂલ્યે ઓક્સીજન આપે છે. ત્યારે પૃથ્વી પર વધુને વધુ માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે ગ્રીન બેલ્ટ વધુને વધુ વિકસાવીએ તે આજના સમયની માંગ છે.
૧૦૮ રાજકોટ ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરતા વૃક્ષારોપણ કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરાયો હતો અને લોકોને પર્યાવરણ બચાવવા આપીલ કરાઇ હતી.



