ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના પરામર્શ બાદ રાજકોટ જીલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે સીમાબેન જોશીની વરણી કરવામાં આવેલ છે.
સીમાબેન જોશી મૂળ બેડલા ગામના વતની છે. જેઓએ M.A.,B.ed સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓએ ૧૯૯૭માં નરોડા અમદાવાદ થી ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂઆત કરેલ હતી. ત્યારબાદ ૨૦૦૮ રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી, ૨૦૧૦ રાજકોટ કિસાન મોરચાના કોષાધ્યક્ષ, ૨૦૧૦ થી ૨૦૧૩ નારી સુરક્ષા સમિતિ, ૨૦૧૩ થી ૧૫ રાજકોટ જીલ્લા ભાજપા કોષાધ્યક્ષ, ૨૦૧૫ થી ૧૮ રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી, ૨૦૧૫ થી ૧૮ પોલીસ સલાહકાર સમિતિ, ૨૦૧૭ થી ૨૦૨૦ રાજકોટ જીલ્લા ભાજપા ઉપપ્રમુખ તરીકેની સફળ કામગીરી કરેલ છે. જેઓ શિક્ષણ ક્ષેત્રે જ્ઞાન જ્યોતિ વિધ્યાલયમાં પ્રિન્સીપાલ તરીકે તેમજ જ્ઞાન જ્યોતિ એજ્યુ. એન્ડ ચેરી.ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે હાલમાં જવાબદારી સંભાળી રહ્યા છે. શ્રી સીમાબેન જોશીને લેખન-વાંચન-સમાજસેવા તેમનો મનગમતો વિષય છે. તેઓ બ્રહ્મસમાજમાં પણ સેવાકીય કાર્યો કરતા રહે છે. તેમના કાર્યક્ષેત્રની નોંધ લઈને ભાજપાએ રાજકોટ જીલ્લા ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી છે. જે સુપેરે પાર પાડે તેવી પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યઓ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા તથા જીલ્લાના હોદેદારો તથા મંડલના પ્રમુખ-મહામંત્રીઓએ ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


