માતા જાનકી પર ટીપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સાધુ-સંતોની માંગ
સ્વામીઓ દ્વારા સનાતન ધર્મનાં શાસ્ત્રો, વેદપુરાણોના ખોટા અર્થઘટન કરાતાં સંતોએ પત્રકાર પરિષદમાં આક્રોશ વ્યક્ત કર્યો
- Advertisement -
ખોટો ભ્રમ અને પાયા વગરનાં દૃષ્ટાંત રજૂ કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાવી આસ્થાને ઠેસ પહોંચાડતું સ્વામિનારાયણ સંપ્રદાય
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રનો વિવાદ સમેટાયો એટલામાં સ્વામીનારાયણ સંપ્રદાયના અપૂર્વમુનિ સ્વામીએ માતા જાનકી અને લક્ષ્મણ પર કરેલી વિવાદિત ટીપ્પણીને લઇને જાણે બળતામાં ઘી હોમાયું હોય તે પ્રકારનું વાતાવરણ ઉભું થયું છે.
આજે રાજકોટ શહેરમાં જગન્નાથ મંદિર ખાતે અલગઅલગ સાધુઓની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા જેટલા પર હિન્દુ દેવી દેવતાઓ પર ટીપ્પણી કરવામાં આવી છે તે તમામ સંતોએ જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. આ સાથે જ સાધુઓએ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓને ઢોંગી ગણાવ્યા છે. આ કોઈ સનાતની નથી, વિદેશી સંસ્થાઓમાં આવેલા લોકો હોવાનું પણ કહ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ નાના બાળકો પર યૌન શોષણ કરે છે. અમે સાધુઓ આ લોકોને સંત માનતા જ નથી. સંત એને કહેવાય જે સંસારનો ત્યાગ કરે, આ તો ગાડીમાં ફરે છે, બંગલામાં રહે છે. આને કઈ રીતે સાધુ કહી શકાય? અમે સ્વામીનારાયણ ભગવાનને પણ ભગવાન માનતા નથી. એ એક મહાપુરુષ હતા જે દુનિયામાં જ્ઞાન પીરસી સારી વિચારધારા ધરાવતા હતા.
- Advertisement -
આ સાથે જાનકી માતા પર કરેલી ટીપ્પણી પર કહ્યું કે, જે ચોપાઈ બોલવામાં આવી રહી છે તે યોગ્ય નથી. ખરી ચોપાઈમાં માતા જાનકી જે શબ્દો બોલે છે તે માર્મિક શબ્દો બોલે છે, કે રામ જી લઈને જાનકી જી રડતા રડતા બોલે છે કે રામજી જ મારી આત્મા છે. એ પ્રકારે બોલે છે જે માર્મિક ટકોર છે.
આ શબ્દોનો પ્રયોગ અયોગ્ય રીતે થયો છે જે ન કરવો જોઈએ. આ અંગે અપૂર્વ મુનિ સ્વામીએ માફી માંગવી જોઈએ. લક્ષ્મણ વૈરાગ્ય સ્વરૂપ છે અને માતા જાનકી ભક્તિ સ્વરૂપ છે. વાલ્મીકિ રામયણમાં લખેલા શબ્દો નું પ્રમાણ આપવું જોઈએ. આવા શબ્દો નથી બોલ્યા કે લક્ષમણ જી તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો…?કટુ વચનનો મતલબ એ શબ્દોનો દુરુપયોગ નથી થતો.
સનાતન ધર્મ ઉપર અયોગ્ય ટિપ્પણી અસ્વીકાર્ય છે. પહેલા શિવજી, લક્ષ્મણજી અને નાથ સંપ્રદાય અંગે ટિપ્પણી અસ્વીકાર્ય છે. આવી ટિપ્પણી કરનારા તત્વો સનાતની નથી, અસુર છે. આ લોકોને સનાતન માંથી બહિષ્કૃત કરવા જોઈએ. આવા લોકોને સનાતનમાંથી બહાર કાઢવામાં આવશે.