થોરાળા પોલીસ સ્ટેશનમાં PIનો ચાર્જ સંભાળતાની સાથે ઇ.ખ. ઝણકાટની ઝંઝાવાતી કામગીરી
B.M. ઝણકાટની નવા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ
- Advertisement -
ડાઉન ટૂ અર્થ પર્સનાલિટી B.M. ઝણકાટની આગવી ઓળખ: થોરાળા પોલીસ સ્ટેશનના P.I. હજુ પણ ફરજ પર લઇને આવે છે બાઇક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નવા થોરાળા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પૂર્વે પી.આઇ. તરીકે નીડર અને પ્રામાણિક પોલીસ અધિકારી બી.એમ. ઝણકાટની નિયુક્તિ કરવામાં આવી છે. બી.એમ. ઝણકાટની નવા થોરાળા પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ થતાં જાણે આ વિસ્તારમાં ગુનાઓ એકા-એક ઓછા થવા લાગ્યા છે અને બૂટલેગરો તેમજ નામચીન ગુંડાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કારણકે, બાહોશ પોલીસ અધિકારી એવા બી.એમ. ઝણકાટ એક સ્વચ્છ અને કડક પોલીસ અધિકારીની છાપ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓ પી.આઇ. તરીકે કાર્યરત હતા ત્યારે તેમણે કુવાડવામાં પણ ગુનેગારને જેલ ભેગા કરી ગુનાખોરી અટકાવી હતી અને એટલે જ તેઓ કુવાડવાના પ્રિય પોલીસ અધિકારી બની ગયા હતાં. જયારે તેમને કુવાડવામાંથી મહિલા પોલીસમાં પી.આઇ. તરીકે મુકવામાં આવ્યા હતાં ત્યારે કુવાડવાના સરપંચ અને ગ્રામજનોને તેમની બદલીન કરવા અને કુવાડવા પોલીસ પી.આઇ. તરીકે જ કાર્યરત રાખવા પોલીસ કમિશનર પાસે માગણી કરી હતી.
- Advertisement -

એટલું જ નહીં રાજકોટ મહિલા પોલીસમાં પણ બી.એમ. ઝણકાટે અનેક પારિવારીક સમસ્યાઓ અને મહિલાને લગતા ગુનાઓ ઉકેલી પ્રશંસનિય કામગીરી કરી હતી. ત્યાર બાદ ટ્રાફિક પોલીસમાં પી.આઇ. તરીકેની જવાબદારી મળી હતી જે તેણે બખુબી નિભાવી હતી. આ સાથે જ ટ્રાફિક પી.આઇ. તરીકે તેમણે વિદ્યાર્થીઓથી લઇને શહેરીજનોમાં ટ્રાફિક અવેરનેસ કેળવાય ત માટેના સેમિનાર પણ કર્યા હતાં અને ટ્રાફિક નિયમ ભંગ કરનારને દંડ કરવાની જગ્યાએ હેલમેટ આપીને ટ્રાફિક નિયમ પાળવાની અનોખી પહેલ કરી હતી અને હવે જયારે રાજકોટના નવા થોરાળા પોલીસ સ્ટેશનમાં તેમની પી.આઇ. તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે પી.આઇ. તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદથી તેઓ ગુનાખોરી ડામવા પ્રયત્નશીલ બની ગયા છે.
ત્યારે જન્માષ્ટમીના તહેવાર પહેલા રાજકોટ શહેરમાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1212 ( 101 પેટી) જેની કિંમત 6.67 લાખનો ગણનાપાત્ર જથ્થો થોરાળા પોલીસે ઝડપી લીધો છે. પો.ઇન્સ. બી.એમ.ઝણકાટના રાહબર હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ પી.એમ.રાઠવા તથા સ્ટાફના માણસોને મળેલી સંયુક્ત હકીકત આધારે નવા થોરાળા, પાણીની કુઇ પાસે, શેરી નં 1, ના ખુણે વિજયભાઇ ભીમજીભાઇ પરમારે તેના મામા હીરાલાલ પુંજાભાઇ ચૌહાણના મકાનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારેલો છે તેવી હકીકત મળતા રેડ પાડી હતી. જેમાં ઓલ સીઝન, મેકડોવલ્સ, રોયલ ચેલેન્જની કુલ 101 પેટી સાથે બે આરોપીને ઝડપી લીધા છે.



