અબૂ ધાબીમાં MERS કોરોના વાયરસનો એક નવો કેસ સામે આવ્યો છે. વર્ષ 2012માં પહેલી વાર આ વાયરસ સામે આવ્યો હતો, ત્યારપછી અબૂ ધાબીમાં આ પહેલો કેસ નોંધાયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં MERS કોરોના વાયરસનો એક નવો કેસ સામે આવ્યો છે. વર્ષ 2012માં પહેલી વાર આ વાયરસ સામે આવ્યો હતો, ત્યારપછી અબૂ ધાબીમાં આ પહેલો કેસ નોંધાયો છે. અબૂ ધાબીમાં કોરોનાના નવા વેરિએન્ટ MERS-CoVથી ગ્રસ્ત વ્યક્તિનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ 28 વર્ષીય વ્યક્તિને અનેક પ્રકારની આરોગ્ય સમસ્યા હતી. આ વ્યક્તિમાં વાયરસના લક્ષણ જોવા મળતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
MERS-CoV શું છે?
MERS-CoV (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ કોરોના વાયરસ) જેવો જ છે. આ એક ઝૂનોટિક વાયરસ છે, જેમાં MERS કોરોના વાયરસના કારણે શ્વાસ સંબંધિત બિમારી થાય છે. જે SARS વાયરસ જેવો છે. સામાન્ય રીતે આ વાયરસ ઊંટ તથા અન્ય પ્રાણીઓમાં જોવા મળે છે. સંક્રમિત જાનવર અથવા પશુ પ્રોડક્ટના સંપર્કમાં આવવાથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં આ વાયરસ ફેલાય છે. ઈન્ફેક્ટેડ વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. અનેક એવા કેસ સામે આવ્યા છે, જેમાં આ બિમારીએ ઘાતક રૂપ લીધુ હોય.
MERS-CoV ના લક્ષણ
તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કેટલાક કેસ એવા પણ હોય છે, જેમાં ન્યૂમોનિયા અથવા કિડની ફેઈલ પણ થઈ શકે છે. જે લોકોને આ ગંભીર બિમારીનું જોખમ હોય, તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જૂની બિમારીથી પીડિત અથવા કોઈ દવા લેતા હોય તેમને આ બિમારી થવાનું જોખમ રહે છે. આ વ્યક્તિને ઉલ્ટી અને ટોયલેટમાં તકલીફ થતા તેણે ચેકઅપ કરાવ્યું હતું. તે વ્યક્તિને પેટથી લઈને ગળા સુધી ગંભીર ઈન્ફેક્શન થયું હતું.
WHOએ રિપોર્ટ જાહેર કર્યો
WHO અનુસાર વર્ષ 2012 પછી જે પણ રિપોર્ટ કરવામાં આવ્યા; તેમાંથી MERSના કુલ 2,605 કેસ સામે આવ્યા છે, જેમાંથી 936 લોકોના મૃત્યુ થાય છે. આ વાયરસના કેસ સામે આવ્યા પછી 27 દેશોએ MERSના કેસ નોંધાયા હોવાની સૂચના આપી હતી. આ 27 દેશોમાં અલ્જીરિયા, ઓસ્ટ્રિયા, બહરીન, ચીન, ઈજિપ્ત, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, ઈસ્લામિક ગણરાજ્ય ઈરાન, ઈટાલી, જોર્ડન, કુવૈત, લૈબનાન, મલેશિયા, નેધરલેન્ડ, ઓમાન, ફિલીપાઈન્સ, કતર, કોરિયા ગણરાજ્ય, સાઉદી અરબ, થાઈલેન્ડ, ટ્યૂનીશિયા, તુર્કી, UAE, યૂનાઈટેડ કિંગડમ, અમેરિકા અને યમન શામેલ છે. આ વાયરસ ના ફેલાય તે માટે WHO અબુ ધાબી પર સતત નજર રાખી રહ્યું છે અને આરોગ્ય સેવા પ્રદાતા તથા અન્ય અધિકારીઓને સતત માર્દર્શન આપી રહ્યું છે.
- Advertisement -
WHOએ આદેશ જાહેર કર્યા
આ વાયરસ ના ફેલાય તે માટે WHOએ તમામ દેશો માટે એક સૂચના જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પેટ ખરાબ ના થાય તે માટે બહારથી આવીને હાથ જરૂરથી સાફ કરવા. જે લોકોને MERS-CoV અથવા શ્વાસ સંબંધિત બિમારી હોય તે લોકોએ ખાસ સાવચેતી રાખવી. ચહેરાને વારંવાર અડકવું નહીં. જાનવરો અથવા ડેરી પ્રોડક્ટ જેમ કે, ઊંટનું માસ અથવા ઊંટના દૂધનું સેવન ના કરવું. ખાંસી ખાતા સમયે અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાક ઢાંકીને રાખવું.