By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    3 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    4 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    6 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    6 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    1 day ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    1 day ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    1 day ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    2 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 day ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    3 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    4 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    6 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેટલાક લોકો મોદીનો વિરોધ કરીને, ભાજપનો પાયો હચમચાવીને આ દેશની કુસેવા કરવાની પ્રવૃત્તિ છોડતાં નથી, કોણ છે આ લોકો?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કેટલાક લોકો મોદીનો વિરોધ કરીને, ભાજપનો પાયો હચમચાવીને આ દેશની કુસેવા કરવાની પ્રવૃત્તિ છોડતાં નથી, કોણ છે આ લોકો?
Authorખાસ-ખબરગુજરાત

કેટલાક લોકો મોદીનો વિરોધ કરીને, ભાજપનો પાયો હચમચાવીને આ દેશની કુસેવા કરવાની પ્રવૃત્તિ છોડતાં નથી, કોણ છે આ લોકો?

Khaskhabar Editor
Last updated: 2022/12/01 at 5:15 PM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)

- Advertisement -

એન્ટી ઈન્કમ્બન્સી એટલે જે કોઈ સરકાર હોય એને ચૂંટણી આવે એટલે હરાવીને નવી સરકાર બેસાડો. કોંગ્રેસનું રાજ હતું ત્યારે આ એન્ટી ઈન્કમ્બન્સી શબ્દપ્રયોગ પ્રચલિત થયો. કારણ કે કોંગ્રેસની સરકારને ચૂંટ્યા પછી મતદારો પસ્તાતા અને ભ્રષ્ટ તથા નિકમ્મી સરકારને ફરીવાર ચાન્સ નથી આપવો એવું નક્કી કરીને નેકસ્ટ ચૂંટણી વખતે પોતાના એક મતનો પરચો દેખાડી દેતા.
મતદારો અક્કલમંદ હોય છે. એમને મૂરખ બનાવવાનું કામ અશક્ય છે. જે સરકાર પ્રજા માટે સારું કામ કરતી હોય એને તેઓ ફરી ચૂંટે છે, ન કરતી હોય તેને ઘરે બેસાડી દે છે.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. મતદારોએ કોઈ લાલચ-લોભ વિના, કોઈ ધાકધમકી-ડર વિના સતત ભાજપની સરકારને ફરી ફરી ચૂંટી છે. ભાજપ સરકાર ગુજરાતમાં સારું કામ કરે છે તે મતદારો જોઈ શકે છે, અનુભવી શકે છે. એટલે જ પાંચ વર્ષ પૂરાં થયાં પછી મતદારો ભાજપનો ઉમેદવારોને ફરી સત્તા પર બેસવાનો ચુકાદો આપે છે. વિપક્ષ ગમે એટલો કકળાટ કરે, ગેસનો બાટલો સાયકલ પર લાદીને મતદાન કરવાની બાલિશ નૌટંકી કરે, તો પણ મતદારો ભરમાતા નથી. દિલ્હીનો ઠગ ગુજરાતીમાં ગમે એટલું ભરડી જાય કે પરિવર્તન દુનિયાનો નિયમ છે તો ય ગુજરાતના મતદારો એની જાળમાં ફસાતા નથી. વિરાટ કોહલી કે સચિન તેન્ડુલકરને તમે કહી શકો કે ભૈ, પરિવર્તન દુનિયાનો નિયમ છે એટલે ગયા વખતે તેં ભલે સેન્ચ્યુરી ફટકારી આ વખતે તું ઝીરોમાં આઉટ થઈ જાય તો સારું. વૃક્ષ પર દર વર્ષે પાંદડાં નવાં આવે છે કારણ કે વૃક્ષ તમને દરેક સીઝનમાં ફળ આપે છે. વૃક્ષ કંઈ દર વર્ષે પોતાનું થડ નથી બદલતું, પોતાનાં મૂળિયાં નથી બદલી નાખતું.
ભાજપના વૃક્ષનું-થડ આ વીતેલાં 27 વર્ષમાં વધુ ને વધુ મજબૂત થતું ગયું છે અને એનાં મૂળિયાં વધુ ને વધુ ઊંડાં ઉતરતાં ગયા છે. એને ઉખાડીને, થડને કાપીને પરિવર્તન લાવવાની વાત કોઈ બેવકૂફ જ કરી શકે. સદ્ભાગ્યે ગુજરાતના ચતુર સુજાણ મતદારોએ ક્યારેય આવા લેભાગુઓની વાત પોતાના કાને ધરી નથી.
ગુજરાત બદલાયું છે. 27 વર્ષ પહેલાંનું, કોંગ્રેસના શાસન હેઠળનું બિચારું ગુજરાત ભારતનું એક રાજ્ય છે છતાં વિશ્ર્વના દેશો સાથે જાણે હરીફાઈ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી સી.એમ. હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમ વખતે એમણે કહ્યું હતું કે ગુજરાતની સ્પર્ધા ભારતના બીજા રાજ્યો સાથે નહીં, ચીન સાથે છે. 27 વર્ષ દરમ્યાન ગુજરાતની પ્રગતિ જોઈને ગુજરાતદ્વેષીઓની આંખ ફાટી જાય છે અને તેઓ ‘પરિવર્તન લાવો’, ‘પરિવર્તન લાવો’ના મંજીરા વગાડવાનું શરૂ કરી દે છે. આઠમી ડિસેમ્બરે આ પરિવર્તનવાળાઓની ડિપોઝિટો જપ્ત થઈ જશે અને ઊભી પૂંછડીએ ભાગીને તેઓ ફરી એકવાર પોતાના દરમાં ભરાઈ જશે, એમના આકા દિલ્હી પહોંચીને તિહારનિવાસી સાથીઓ સાથે બેસીને નવી કૌભાંડનીતિની બ્લ્યુ પ્રિન્ટો બનાવવામાં લાગી જશે, એમના પિયક્કડ મિત્રો સાથે બેસીને દારૂને લગતી નવી આબકારી નીતિ ઘડીને પોતાના મિત્રોને કરોડપતિ બનાવવાની નવી યોજનાઓ ઘડશે. અને આ બાજુ ગુજરાતમાં એમની મહેરબાનીથી માલદાર થયેલા પત્રકારો પોતાની કાળી કમાણીને થાયલેન્ડની ટુરો કરીને વાપરી કાઢશે.

મોદીએ કોઈ વાદવિવાદ વિના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની સામે કાશી વિશ્ર્વનાથ કોરિડોરની વધુ લાંબી લીટી તાણીને સનાતન સંસ્કૃતિની સર્વોપરિતા સિદ્ધ કરી

અગાઉ વિશ્ર્વમાં ભારતની ઓળખાણ શું હતી? આગ્રાનો તાજ મહાલ! વિદેશી વડાઓ ભારત આવે ત્યારે આપણા વડાપ્રધાનો એમને તાજની પ્રતિકૃતિઓ ભેટ આપતાં થાકતા નહોતા: મોદીએ ‘ભગવદ્ગીતા’ની પ્રત આપવાનું શરૂ કર્યું, ભારતની અસલી પહચાન ‘ગીતા’ છે, તાજ નહીં: આ વાત એમણે ગાઈ-બજાવીને નિ:સંકોચ આખા દેશ સુધી પહોંચાડી, દુનિયા સુધી પહોંચાડી

- Advertisement -

ગુજરાત પછી, 2014ની સાલ બાદ ભારત બદલાઈ રહ્યું છે અને ભારતનો આ નવો ચહેરો જેમને ખૂંચે તેઓ મોદી સરકારને બદનામ કરવાની એક પણ તક છોડતા નથી. અગાઉ વિશ્ર્વમાં ભારતની ઓળખાણ શું હતી? આગ્રાનો તાજ મહાલ! વિદેશી વડાઓ ભારત આવે ત્યારે આપણા વડાપ્રધાનો એમને તાજની પ્રતિકૃતિઓ ભેટ આપતાં થાકતા નહોતા. મોદીએ ‘ભગવદ્ગીતા’ની પ્રત આપવાનું શરૂ કર્યું. ભારતની અસલી પહચાન ‘ગીતા’ છે, તાજ નહીં. આ વાત એમણે ગાઈ-બજાવીને નિ:સંકોચ આખા દેશ સુધી પહોંચાડી, દુનિયા સુધી પહોંચાડી.
મોદીના રાજમાં ગેસના બાટલાના ભાવ વધી ગયા, પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા, અનાજ- શાકભાજીના ભાવ વધી ગયા એવો પ્રચાર સાચો છે એવું જેઓને લાગતું હોય તે સૌને વિનંતી કે સહેજ ધીરજ રાખીને ગૂગલ સર્ચ કરો કે કોંગ્રેસના રાજમાં આ બધાના ભાવ વધારાની ટકાવારી કેટલી હતી અને આજે કેટલી છે? દસ-વીસ-ત્રીસ વર્ષ પહેલાં તમારી આવક કેટલી હતી અને આજે કેટલી છે? એક-બે-ત્રણ દાયકા પહેલાં તમારા જીવનમાં કેટલી સુખ-સગવડો હતી અને આજે કેટલી છે?
મોદીનો પ્રતાપ જુઓ કે ગઈકાલ સુધી જે જોકર માથે જાળીદાર વાટકા ટોપી પહેરીને ઘૂમતો હતો તે હવે કપાળ પર ભસ્મ લગાવીને મંદિરમાં જઈને સાષ્ટાંગ પ્રણામ કરતો હોવાના પોતાના ફોટા મીડિયામાં છપાવતો થઈ ગયો છે. અગાઉના કોંગ્રેસી વડાપ્રધાનો અને નેતાઓ મંદિરમાં પગ નહોતા મૂકતા.
મોદીએ કોર્ટ દ્વારા અયોધ્યામાં રામમંદિર બાંધવાનો પ્રશ્ર્ન ઉકેલી નાખ્યો. કોંગ્રેસની સરકાર હોત તો આજે બાબરી ફરી બંધાઈ ગઈ હોત. મોદીએ કોઈ વાદવિવાદ વિના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની સામે કાશી વિશ્ર્વનાથ કોરિડોરની વધુ લાંબી લીટી તાણીને સનાતન સંસ્કૃતિની સર્વોપરિતા સિદ્ધ કરી. મોદીને કારણે અતિપ્રાચીન નગરી ઉજ્જૈનની મહત્તા ફરી સ્થપાઈ. હિન્દુઓની આસ્થાનું શહેર અલાહાબાદ રાતોરાત પ્રયાગરાજ થઈ ગયું. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને મોઢેરાને આધુનિક ગુજરાતીઓનાં પણ આસ્થાના-આકર્ષણના તીર્થધામો બને તે રીતે સજાવવામાં આવ્યા.
મોદી દિલ્હી ન ગયા હોત તો હજુય નર્મદા બંધની ઊંચાઈ આડે મેધા પાટકર અને એમના કોંગ્રેસી ભાંગફોડિયા સાથીઓનું આંદોલન ચાલતું હોત. મોદીને બદલે કોઈ કોંગ્રેસી વડાપ્રધાન હોત તો એમણે પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત કરી હોત? નહેરુની જીદથી બંધારણમાં 370મી કલમનું જે લાકડું ઘૂસી ગયેલું તે હટાવવાની હિંમત કોંગ્રેસી વડાપ્રધાને કરી હોત?
વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની, સ્થાનિક ગ્રામ પંચાયત કે તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની- દરેકે-દરેક ચૂંટણી દિલ્હીમાં બેઠેલા મોદીસાહેબનો હાથ મજબૂત કરવા માટે અગત્યની છે. આપણા એક મતની શક્તિ એમની તાકાતમાં ઉમેરો કરી શકે છે અને આપણા એક મતની શક્તિ જો ઉંધે માર્ગે વપરાઈ તો તે કેજરીવાલ કે રાહુલ જેવા ઠોઠ નિશાળિયાઓને મોનિટર બનાવીને દેશની, રાજ્યની, શહેરની, જિલ્લાની, તાલુકાની, ગામની પરિસ્થિતિને નર્ક સમાન બનાવી શકે એમ છે.
મોદીના વિઝનથી જેઓ સહમત નથી, મોદીના કામથી જેમનો ગરાસ લૂંટાઈ જાય છે, મોદી પાસેથી જેમની અપેક્ષાઓ સંતોષાતી નથી તે સૌ મોદીના વિરોધી બની જાય છે. દેશહિતવિરોધી કામમાં દિવસ-રાત જે મીડિયાવાળાઓ વ્યસ્ત રહે છે તેઓ મોદીના આ વિરોધીઓને પોતાના ખભે બેસાડીને આપણને જતાવતા રહે છે કે મોદી કેટલા અપ્રિય છે, મોદી માટે કોઈને માન નથી, મોદીની લોકપ્રિયતા ઘટતી જાય છે.
આમ છતાં દરેક ચૂંટણીમાં મોદી માટેનો સપોર્ટ વધતો જાય છે જેનું એકમાત્ર કારણ છે મોદીનાં કામ- આર્થિક ક્ષેત્ર હોય, સામાન્ય માણસની સુવિધાઓ માટેના ઈન્ફ્રાસ્ટ્રકચરનાં કામ હોય કે પછી કૃષિ ક્ષેત્રનાં, ધાર્મિક ક્ષેત્રનાં, વિદેશી રાષ્ટ્રો સાથેનાં સંબંધોમાં, સંરક્ષણ માટેનાં, રમતગમત ક્ષેત્રનાં, શિક્ષણ ક્ષેત્રના- એક-એક ક્ષેત્રે મોદી દિવસ-રાત કંઈક ને કંઈક નવી યોજનાઓ લાવ્યા કરે છે, એને અમલમાં મૂકીને દેશને એક-એક ડગલું કરી આગળ વધારતા રહે છે.
આમ છતાં કેટલાક લોકો મોદીનો વિરોધ કરીને, ભાજપનો પાયો હચમચાવીને આ દેશની કુસેવા કરવાની પ્રવૃત્તિ છોડતા નથી. કોણ છે આ લોકો?

ભારતની સનાતન પરંપરાનો બહાદુરીપૂર્વક બચાવ કરીને એને આગળ વધારવાના નક્કર પગલાં લઈ શકે એવા સૌ પ્રથમ વડાપ્રધાન આ દેશને મળ્યા છે

જેઓને ભારત એક હિન્દુરાષ્ટ્ર તરીકે પ્રગતિ સાધે તે ગમતું નથી એવા કોંગ્રેસીઓ અને આપિયાઓ. આ વિરોધીઓ ઓવૈસી અને ઝાકીર નાઈકના શુભેચ્છકો હોય છે. આ વિરોધીઓ ખ્રિસ્તી મિશનરીઓની ધર્માતરણની પ્રવૃત્તિના ટેકેદારો છે. આ વિરોધીઓ ભારતમાં રહેલા ડાબેરી વિચારધારા ધરાવતા ભાંગફોડિયાઓ અને અર્બન નકસલોના ચાહકો હોય છે.
ભારતની સનાતન પરંપરાનો બહાદુરીપૂર્વક બચાવ કરીને એને આગળ વધારવાના નક્કર પગલાં લઈ શકે એવા સૌ પ્રથમ વડાપ્રધાન આ દેશને મળ્યા છે. એમના પ્રયત્નોને બદનામ કરીને, એમનાં કાર્યો આડે તોતિંગ વિઘ્નો નાખીને આ વિરોધીઓ દેશને નહેરુયુગમાં લઈ જવા માગે છે, ફરી પાછો પછાત બનાવવા માગે છે.
હિન્દુત્વની, સ્વદેશી સંસ્કૃતિની, ભારતની પરંપરાની સુરક્ષા માટે કે એની પ્રગતિ માટે તમે કંઈ પણ પગલું ભરો એટલે તરત તમારા પર અભણ, ગમાર, પરંપરાવાદી ધર્મઝનુની, કોમવાદી જેવા લેબલો લગાડી દેવામાં આવતાં. આજે પણ મીડિયાનો એક ચાંપલો-ચિબાવલો-બાયલો-વેવલો હિસ્સો એવો છે જેને ભારતીય સમાજનાં મૂળિયાં ઉખાડી દેવામાં રસ છે, જેઓ દેશપ્રેમીઓની છડેચોક મજાક ઉડાવતા રહે છે. આ ન્યુસન્સ મેકર મીડિયાની પ્રજા પર કોઈ અસર પડતી નથી પણ વિદેશી નાણાંની સહાયના જોરે એમનાં ખર્ચા-પાણી ચાલતા રહે છે.
મોદી માટેનો દ્વેષ વ્યક્ત કરવા તેઓ મોદીના પ્રધાનો, મોદીના સલાહકારો, મોદીના સમર્થકો અને મોદીના નામે ભાજપના ઉમેદવારોને ચૂંટી કાઢતા મતદારોની સતત ઠેકડી ઉડાવતા રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન બહારગામથી આવીને અહીં પડ્યાપાથર્યા રહેતા અજિત અન્જુમ, પુણ્ય પ્રસૂન, વાજપાયી, રાજદીપ સરદેસાઈ વગેરે આવા જ પત્રકારો છે. રવિશ કુમારને નોકરીમાંથી એનડી ટીવીએ કાઢી મૂક્યા એટલે, બાકી નહીં તો એ પણ ગુજરાતમાં આવીને મોદીદ્વેષી વાતાવરણ ઉભું કરવામાં કોઈ કસર ન છોડત. ઈન્ડિયા-ટુડેનું ઓફિશ્યલ બગલબચ્ચુ નામે લલ્લનટોપ પણ ગુજરાતમાં આવીને ધામા નાખે છે અને ગુજરાતના હાલના રાજકારણમાં ભોજિયો ભાઈ પણ જેમનો ભાવ નથી પૂછતું તે શંકરસિંહ વાઘેલાનો ત્રણ કલાક લાંબો ઈન્ટરવ્યૂ લઈને યુટયુબ પર મૂકે છે.
આ ઉપરાંત સ્થાનિક ચેનલો અને યુટયુબ પર ફૂટી નીકળેલી ન્યુઝ ચેનલો, વ્યુઝ ચેનલો મોદીને, હિન્દુત્વને અને ગુજરાતીઓના ખમીરને ધોલધપાટ કરવાની એકપણ તક છોડતી નથી. અંગ્રેજી પ્રિન્ટ મીડિયા પણ આમાં સાથે ભળે છે. રાહુલના સાષ્ટાંગ પ્રણામવાળી તસવીરની મજાક ઉડાવવાને બદલે જેઓ દાયકાઓથી હિન્દુ દેવી-દેવતીઓનાં દર્શન જતો હોય એમ ભાજપના નેતાઓની મજાક કરવાનું તેઓ છોડતા નથી.
આજે મતદાનનો પ્રથમ તબક્કો પૂરો થશે. આજના મતદાનમાં ખંભાળિયા અને કતારગામની બેઠકો પણ છે. ઈસુદાનની હાર નિશ્ર્ચિત છે, એમની ડિપોઝિટ બચે છે કે નહીં તે જ એક સવાલ છે. ગોપાલ ઈટાલિયાનું પણ એ જ ભવિષ્ય છે. મતદાનનો બીજો તબક્કો, પાંચમી ડિસેમ્બરે સાંજે પૂરો થશે ત્યાં સુધીમાં કેજરીવાલ બેગબિસ્તરા બાંધીને દિલ્હી ભેગા થઈ જશે અને ફરી ક્યારેય ગુજરાતમાં પગ મૂકવાનું નામ નહીં લે.
કોંગ્રેસના ચીફ મલ્લિકાર્જુન ખડગે થોડું ન્યુસન્સ સર્જીને ભાગી ગયા. રાહુલબાબાએ એકબે અડધીપડધી પ્રચારસભા કરી. સૌને ખબર છે કે કોંગ્રેસનાં વળતાં પાણી છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસીઓને એવો મરણતોલ માર પડશે કે ફરી ક્યારેય તેઓ મોદીને, ભાજપને, હિન્દુત્વને ગાળો આપવાની હિંમત નહીં કરે. અમિત શાહની ભવિષ્યવાણી છે કે આ વખતે ભાજપને ગુજરાતમાં રેકોર્ડબ્રેક થાય એટલી સીટો મળશે. કોનો રેકોર્ડ તૂટશે- નરેન્દ્ર મોદીનો? જેમણે 182માંથી 2002માં રમખાણો પછી 127 સીટો જીતી બતાવી હતી? કે પછી માધવસિંહ સોલંકીનો? જેમણે 1985માં (ઈન્દિરા ગાંધીની હત્યા પછી સર્જાયેલા સહાનુભૂતિના જુવાળમાં) 149 સીટ જીતી બતાવી હતી.

ગુજરાતનું ભાવિ 127 અને 149 સીટ્સ વચ્ચે નક્કી થવાનું એ વાતમાં બેમત નથી.

 

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈઃ હરિવંદના કોલેજ ચેમ્પિયન

TAGGED: aap, assemblyelection, BJP, CONGRESS, Gujarat, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિર સોમનાથ 4 બેઠક પર ખરાખરીનો જંગ, ત્રણેય પક્ષની કાંટે કી ટક્કર
Next Article જૂનાગઢ બેઠકના ભાજપ, કોગ્રેસ અને આપના ઉમેદવારોનું મતદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?