દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગંગરેપ જેવો જ એક કેસ બિહારમાં પણ સામે આવ્યો છે. જ્યાં 16 વર્ષની એક સગીર બાળકી સાથે એસી બસમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. પીડિતાની સ્થિતિ ગંભીર છે. પોલીસની સુરક્ષામાં તેમની સારવાર ચાલુ છે. બીજી તરફ પોલીસએ આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ આ એસી બસને પણ જપ્ત કરવામાં આવી છે. જેમાં પીડિતા સાથે ગેંગરેપ થયો.
- Advertisement -
મળેલી જાણકારી મુજબા, આ ઘટના બેતિયા બસ સ્ટેન્ડથી 100 મીટર દૂર બની. પીડિતા મંગળવારના બપોરે મોતિહારીથી બેતિયા પાછી ફરી રહી હતી. આ દરમ્યાન બસના કંડકટરએ તેને નશો આપીને બેહોશ કરી દીધી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, મોડી સાંજે બેતિયા બસ સ્ટેન્ડ આવ્યા પછી બસના બધા પ્રવાસીઓ ઉતરી ગયા હતા. પરંતુ બેહોશ હોવાના કારણે તેણી બસમાં જ રહી ગઇ હતી. ત્યાર પછી બસ ડ્રાઇવર ગાડી લઇને સ્ટેન્ડથી લગભગ 100 મીટરની સુમસાન જગ્યા પર લઇ ગયો. જ્યાં રસ્તાની પાસેની બસમાં તેમની સાથે રેપ થયો.
પોલીસ રિપોર્ટ અનુસાર, સ્ટેન્ડથી 100 મીટર દૂર બસ ઉભી રાખીને ડ્રાઇવર, ખલાસી સહિત 3 લોકોએ સગીર બાળકી સાથે વારાફરતી રેપ કર્યો. જયારે પીડિતા બેહોશ થઇ ગઇ તો તેને બસમાં જ છોડીને ભાગી ગયા. ઘટનાની જાણકારી ત્યારે સામે આવી જયારે મોડી સાંજે બસની પાસેથી પસાર થતી પોલીસની ગાડીને શંકા પડતા તેને બસની તલાશી લીધી. પોલીસ ઓફિસરને બસમાં બાળકી ગંભીર હાલતમાં મળી હતી. ત્યાર પછી પોલીસ તેણીને હોસ્પિટલ લઇ જવામાં આવી.
- Advertisement -
Bihar | Three people were accused of allegedly raping a minor girl inside a bus in Bettiah, West Champaran dist. The girl was found on the bus in a semi-conscious state. The bus has been seized, the driver & helper of the bus have been arrested: Mukul Pandey, Bettiah SDPO pic.twitter.com/WC93dhxVyA
— ANI (@ANI) June 8, 2022
હોસ્પિટલમાં હોશ આવ્યા પછી છોકરીએ પોતાની આપવીતી જણાવી હતી. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસએ બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. ત્યાર પછી પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તેમની કાર્યવાહી ચાલુ છે.