By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    9 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    11 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    9 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    10 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    10 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રશિયા-યુક્રેઇન સંઘર્ષ: ભારતની સંરક્ષણ આયાતો પર વિપરીત અસરો પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > રશિયા-યુક્રેઇન સંઘર્ષ: ભારતની સંરક્ષણ આયાતો પર વિપરીત અસરો પડશે
AuthorHemadri Acharya Dave

રશિયા-યુક્રેઇન સંઘર્ષ: ભારતની સંરક્ષણ આયાતો પર વિપરીત અસરો પડશે

Khaskhabar Editor
Last updated: 2022/03/07 at 4:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

ફિલિપાઈન્સના નૌકાદળને બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલોની સપ્લાય કરવા માટે ફિલિપાઈન્સ સાથે 375 મિલિયનનો સોદો કર્યો  

– હિમાદ્રી આચાર્ય દવે

ભારતની આઝાદી બાદથી ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. યુ.એસ.સેસ.આર-અમેરિકા વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન (1947-1991) ભારત અને સોવિયેત સંઘ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક, લશ્કરી, આર્થિક અને રાજદ્વારી સંબંધો હતા. જેની સાબિતી હિંદી-રુસી ભાઈ ભાઈ’, 1950થી 1980ના દાયકા સુધી ભારતમાં ઉપયોગમાં લેવાતો આ રાજકીય નારો છે, જેની જાહેરાત 26 નવેમ્બર, 1955ના રોજ બેંગ્લોરમાં એક બેઠકમાં સોવિયેત સંઘની કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ સચિવ નિકિતા કૃશ્ર્ચેવે કરી હતી અને સત્તાવાર રીતે ભારત અને રશિયામાં આ નારાની હિમાયત કરવામાં આવી હતી.

Contents
ફિલિપાઈન્સના નૌકાદળને બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલોની સપ્લાય કરવા માટે ફિલિપાઈન્સ સાથે 375 મિલિયનનો સોદો કર્યો  – હિમાદ્રી આચાર્ય દવેએકબાજુ ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર મૂકવામાં આવે છે, તો બીજી તરફ જંગી સૈન્ય આયાત પણ થશે  રશિયા સાથેના ભારતના વર્તમાન અને આગામી આયાત સોદારુસ-યુક્રેઇન સંઘર્ષ અને ભારતની સંરક્ષણ બાબતો ભારત-રશિયા વચ્ચેના તંદુરસ્ત રાજનૈતિક સંબંધોના સંદર્ભે

ત્યારબાદ, સોવિયત સંઘના વિઘટન પછી અમુક વર્ષો બાદ પણ બંને વચ્ચેના સંબંધો એવા જ તંદુરસ્ત રહ્યા. મોસ્કો અને દિલ્હી વચ્ચે મિત્રતા અને સહકારની ભાવનાના ફળસ્વરૂપે, 1971માં રશિયા-ભારત ભાગીદારીની સંધિ થઈ હતી. અલબત્ત, શીત યુદ્ધના યુગમાં ભારતે બિન-જોડાણવાદી ચળવળનું નેતૃત્વ કર્યું હોવા છતાં, તે ચીન અથવા યુગોસ્લાવિયા જેવા કેટલાક સામ્યવાદી જૂથોના સભ્યો કરતાં સોવિયેત યુનિયનની વધુ નજીક હતું. સોવિયેત સંઘના વિઘટનના દસ વર્ષ પછી, 2000ના દસકામાં વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણાથી બન્ને દેશોના સંબંધો પુનજીર્વિત થયા અને આજ સુધી વિકસિત થતા રહ્યા છે.

- Advertisement -

આઝાદી બાદથી જ ભારત, મોટાભાગે અમેરિકા તેમજ પશ્ચિમના દેશો પાસેથી શસ્ત્ર ખરીદતું, શસ્ત્રો તેમજ સંરક્ષણ પ્રણાલીનું મોટું આયાતકાર રહ્યું. જો કે સમય જતાં અમેરિકા પરની નિર્ભરતા ઘટી ગઈ અને 1970ના દાયકાથી ભારત યુએસએસઆર (હવે રશિયા) પાસેથી અનેક શસ્ત્ર પ્રણાલીઓ આયાત કરતું, દાયકાઓ સુધી રશિયાનું સૌથી મોટું સંરક્ષણ આયાતકાર રહ્યું. રશિયાએ ભારતને અણુ સબમરીન, એરક્રાફ્ટ કેરિયર્સ, ટેન્કો, બંદૂકો, ફાઇટર જેટ અને મિસાઇલો સહિત કેટલાક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ શસ્ત્રો સમયાંતરે પૂરા પાડ્યા છે.એક અંદાજ મુજબ, ભારતના સશસ્ત્ર દળમાં રશિયન મૂળના શસ્ત્રો અને પ્લેટફોર્મનો હિસ્સો 85% સુધી રહ્યો છે અને આજના સમયે લગભગ 50%નો રહ્યો છે. ભારતિય ત્રણેય સૈન્ય એકમોમાં, ઇન્ડિયન એરફોર્સ રશિયન સ્પેરપાર્ટ્સ અને પુરવઠા પર સૌથી વધુ નિર્ભર છે, તેના લડાયક કાફલામાં સુખોઈ 30MKI, મિગ 29 અને મિગ 21 ફાઇટર જેટનો સમાવેશ થાય છે. એમાં રશિયન ટેક્નિકસ અને પાર્ટ્સ વપરાય છે. જ્યારે જી 30MKI ભારતમાં એસેમ્બલ થાય છે, તેમ છતાં તેઓ રશિયન કંપનીઓના નિયમિત પુરવઠા પર આધાર રાખે છે.

વર્તમાનની વાત કરીએ તો, 2025 સુધીમાં આયાત- નિકાસ સંતુલન કરવા હેતુ ભારત પાંત્રીસ હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને છેલ્લા એક દાયકામાં ભારતની શસ્ત્રોની આયાતમાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણોમાં શસ્ત્રની જટિલ ખરીદ પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો વગેરે અનેક કારણો જવાબદાર છે જેના પરિણામ સ્વરૂપે રશિયા પરની નિર્ભરતા પણ ઘટી છે.

એકબાજુ ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર મૂકવામાં આવે છે, તો બીજી તરફ જંગી સૈન્ય આયાત પણ થશે  

યુદ્ધ, શસ્ત્રો, શસ્ત્ર નિયંત્રણ અને નિ:શસ્ત્રીકરણનો અભ્યાસ કરતી આંતરરાષ્ટ્રીય થિંક-ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેના અહેવાલમાં જણાવે છે કે.”2011-15 અને 2016-20માં રશિયાના શસ્ત્રોની નિકાસમાં એકંદરે ઘટાડો લગભગ સંપૂર્ણપણે ભારતમાં શસ્ત્રોની નિકાસમાં 53 ટકાના ઘટાડાને કારણે હતો,” પરિણામે, કુલ ભારતીય શસ્ત્રોની આયાતમાં રશિયાનો હિસ્સો 70 થી ઘટીને 49 ટકા થયો છે. અલબત્ત, રશિયા હજુ પણ ભારતને મોટા પ્રમાણમાં શસ્ત્રના પાર્ટ્સ અને અન્ય લશ્કરી પ્લેટફોર્મ પૂરા પાડે છે. અને ભારતની કુલ સંરક્ષણ આયાતનો લગભગ પચાસ ટકા હિસ્સો રશિયામાંથી આવે છે.

- Advertisement -

ભારતે 2019-20માં વિવિધ પ્રકારના રશિયન શસ્ત્રો માટે નવા ઓર્ડર આપ્યા છે. આગામી પાંચ વર્ષમાં રશિયન શસ્ત્રોની આગામી ડિલિવરી થવાની શક્યતા સાથે ભારતની રશિયન આયાતમાં વૃદ્ધિ દેખાશે. ચીન અને પાકિસ્તાનના સંભવિત વધતા ખતરાને ધ્યાનમાં રાખીને બે વર્ષથી ભારત મોટા પ્રમાણમાં હથિયારોના સોદા પર વિચાર કરી રહ્યું છે. એકબાજુ ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર મૂકવામાં આવે છે, તો બીજી તરફ જંગી સૈન્ય આયાત પણ થવાની છે, ’મેક ઇન ઇન્ડિયા’ના ઘણા શસ્ત્ર ઉત્પાદન પ્રોજેકટમાં પણ ભારત-રશિયા સાથે કામ કરી રહ્યા છે.

રશિયા સાથેના ભારતના વર્તમાન અને આગામી આયાત સોદા

  • ભારત-રશિયાએ ડિસેમ્બર 2021માં પ્રથમ 2+2 વાટાઘાટો દરમિયાન મિલિટરી ટેકનિકલ કોઓપરેશન એગ્રીમેન્ટ અંતર્ગત 9 બિલિયનથી વધુ મૂલ્યના લશ્કરી પ્લેટફોર્મ માટેનો કરાર કર્યો છે. તેમાંના સૌથી મહત્વપૂર્ણ સૈન્ય સોદા પૈકી એક,
  • S-400 એર ડિફેન્સ સિસ્ટમ, સરફેસ ટુ એર મિસાઈલના પાંચ યુનિટ ખરીદવા માટે ભારતે ઓક્ટોબર 2018માં રશિયા સાથે 5 બિલિયનનો સોદો ભારતીય વાયુસેનાને પાંચ એકમોમાંથી એક પહેલેથી જ સપ્લાય કરવામાં આવ્યું છે. S-400ને વિશ્વની સૌથી ઘાતક મિસાઈલ સિસ્ટમ માનવામાં આવે છે. તે ફાઈટર જેટ, બોમ્બર્સ, ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલ અથવા તો માનવરહિત એરિયલ વ્હીકલ્સ સહિત 400 કિમી સુધીના લક્ષ્યોની શ્રેણીને નિશાન કરી શકે છે.તેના લાંબા અંતરના સર્વેલન્સ રડાર સાથે,તમામ પ્રકારના એરબોર્ન ખતરાઓને શોધી શકે છે .
  • બીજું, ભારતના DRDO અને રશિયા વચ્ચેના સંયુક્ત સાહસે ફિલિપાઈન્સના નૌકાદળને બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલોની સપ્લાય કરવા માટે ફિલિપાઈન્સ સાથે 375 મિલિયનનો સોદો કર્યો છે.
  • ભારત અને રશિયા વચ્ચેના સંયુક્ત સાહસના ભાગરૂપે, AK-203એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના રૂ. 5,000 કરોડના કોન્ટ્રાક્ટમાં ભારત-રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 6,01,427 AK-203 એસોલ્ટ રાઇફલ્સની ખરીદીનો સમાવેશ થાય છે. આ રાઈફલો ભારતમાં બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત, કરારમાં રશિયા પાસેથી અન્ય 70,000 AK-203 એસોલ્ટ રાઇફલ્સની ખરીદીનો પણ સમાવેશ થાય છે.
  • 2019માં, ભારતે દસ વર્ષની લિઝ પર પરમાણુ સંચાલિત સબમરીન ભાડે આપવા માટે રશિયા સાથે 3 બિલિયનનો સોદો કર્યો છે.
  • 2018માં, રશિયાના સરકારી શસ્ત્ર નિકાસકાર રોસોબોરોનેક્સપોર્ટે ભારતીય નૌકાદળ માટે બે ફ્રિગેટ્સના ઉત્પાદન માટે 1 બિલિયનનો સોદો(જેની ડિલિવરી 2022ના અંત સુધીમાં શરૂ થવાની હતી), જુલાઈ 2020માં, ભારતે રશિયા પાસેથી 12 સુખોઈ-30 MKI અને 21 મિગ-29 ફાઈટર ખરીદવાની મંજૂરી આપી હતી.રૂ. 18,148 કરોડના સોદો કે જેમાં ભારતીય વાયુસેનાના હાલના 59 રશિયન મિગ-29ના કાફલાના અપગ્રેડેશનનો પણ સમાવેશ થાય છે.

રુસ-યુક્રેઇન સંઘર્ષ અને ભારતની સંરક્ષણ બાબતો 

દુનિયાના દેશોને ત્રીજા વિશ્વયુદ્ધના દરવાજે ખડા કરી દેવાની વારંવારની સંભાવનાઓ વચ્ચે, રુસ-યુક્રેન સંઘર્ષ વિશ્વ સામે મોટો પડકાર બનીને ઉભો છે. આનાથી ઘણા દેશોને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો પર પ્રતિબંધ મૂકવા અથવા મર્યાદિત કરવાની ફરજ પડી છે, આંતરાષ્ટ્રીય સંબંધો અને આર્થિક વ્યવહારોને અસ્થિર કરી રહેલ રશિયા -યુક્રેનના સંઘર્ષનાં લાંબા ગાળાના પરિણામોને લઈને ભારતને રશિયા પાસેથી મળવાની તેની સંરક્ષણ આયાત પર ગંભીરતાથી વિચારવાની ફરજ પડી છે.

ભારત-રશિયા વચ્ચેના તંદુરસ્ત રાજનૈતિક સંબંધોના સંદર્ભે

રશિયા -યુક્રેન યુદ્ધ, ભારત માટે પણ આંતરરાષ્ટ્રીય સંબંધોના સમીકરણો સમતોલ રાખવાની કસોટી સાબિત થશે. રશિયાની સામે પડેલી પશ્ચિમી જગતની મહાસતા, જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય યુરોપિયન દેશો સાથેના આપણા સંબંધો જાળવી રાખવા અને બીજી તરફ રશિયા સાથે ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે ઊંડા સંબંધો જાળવી રાખવાના પડકારની સાથોસાથ ભારત અને રશિયા વચ્ચેના દાયકાઓ જૂના સંરક્ષણ વેપાર પરની વિપરીત નોંધપાત્ર અસરો પણ પડકારરૂપ છે.

એક અહેવાલ મુજબ, રશિયાએ ભારતને ખાતરી આપી છે કે સંરક્ષણ પુરવઠો પશ્ચિમી પ્રતિબંધોથી પ્રભાવિત થશે નહીં અને સાતત્ય સુનિશ્ચિત કરવા માટે વૈકલ્પિક પદ્ધતિઓ કાર્યરત છે. તેમ છતાં રશિયા પરના પ્રતિબંધો અને યુક્રેનમાં લાંબા સમય સુધી યુદ્ધની સંભાવનાને લઈને ભારતની ચિંતા વ્યાજબી છે.અત્રે એ પણ મહત્વનું છે કે, રશિયા સિવાય, ભારત આગામી વર્ષોમાં અન્ય દેશો પાસેથી આયાત કરાયેલા શસ્ત્રોની ડિલિવરીની અપેક્ષા રાખે છે ત્યારે, રશિયા અને અન્ય દેશો વચ્ચેના સંબંધોને લઈને પણ ભારતની ચિંતા વધે છે કારણ આજના સમયે વૈશ્વિક સમીકરણો એ રીતે બદલાયા છે કે વિશ્વના દેશો રુસ સમર્થક, રુસ વિરોધી અને તટસ્થ એમ ત્રણ પ્રકારે વહેંચાઇ ગયા છે. ભારતનું દેખીતું વલણ તો તટસ્થ હોવાની છાપ ઉભી કરે છે પણ રશિયા તરફનો ભારતનો ઝુકાવ અને તેની સાથેના સંબંધો એ કોઈ છુપી વાત નથી. આ સંજોગોમાં આપણી અન્ય દેશોમાંથી આવતી સંરક્ષણ આયાતો અસરમાં આવી શકવાની સંભાવના છે. વળી વિશ્વના અનેક દેશોએ રશિયાને બેંકિંગ સિસ્ટમમાંથી અંશત: અથવા પૂર્ણત: રદ કર્યું છે ત્યારે ચુકવણી અને આર્થિક વ્યવહારમાં કઈ રીતે વર્તવું એ પણ ભારત માટે ચિંતાનો વિષય છે, ભારતની બેંકસ પણ આ વાતે નર્વસ છે કે રશિયાના આપવાની થતી ચુકવણી આ સમયે કરવી કે તાત્કાલિક અસરમાં હંગામી ધોરણે સ્થગિત રાખવી… આવા અનેક પડકારો ભારત સામે છે.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને 21 તરવૈયાઓએ સફળતાપૂર્વક પૂર્ણ કરી
Next Article રાજકોટ એસટી ડિવિઝનના 13000 વિધાર્થીઓને હવે મળશે મફત પાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?