સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના આદેશ સામે થયેલી અપીલ ગ્રાહ્ય રખાઈ
ખાસ-ખબર સંવાદદાતા
આરોગ્ય વીમા અંગે ઉભા થતાં વારંવારના પ્રશ્ર્નો અને વિવાદો અંગેના એક કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને એમ ઠરાવવામાં આવ્યું છે કે જૂની બીમારી ના આધાર પર વીમા કંપની કોઈપણ વીમાધારકનો દાવો રદ કરી શકે નહીં.
રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ દ્વારા એક વીમા ધારકના વિરોધમાં અપાયેલા આદેશની સામે સુપ્રીમ કોર્ટમાં અરજદાર દ્વારા અપીલ કરવામાં આવી હતી અને પંચના આદેશને પડકારવામાં આવ્યો હતો અને તેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
- Advertisement -
ન્યાયમૂર્તિ ચંદ્રચુડ તેમજ ન્યાયમૂર્તિ નાગ રત્નની બનેલી ખંડપીઠિકાએ એમ ઠરાવ્યું હતું કે કોઈપણ જૂની બીમારી નો આધાર આપીને વીમા કંપની અરજદારોનો દાવો રદ કરી શકે જ નહીં.
બેન્ચ દ્વારા એમ ઠરાવવામાં આવ્યું હતું કે એકવાર વીમા ધારકની સારવાર અંગેની સ્થિતિનું આકલન કરી લેવામાં આવ્યા બાદ પોલીસી જારી કરી દેવાઇ હોય તો ત્યારબાદ વીમા કંપની વર્તમાન ચિકિત્સા નો હવાલો દઇને વીમાનો દાવો રદ કરી શકે નહીં.
વીમા ધારક દ્વારા અરજી ફોર્મ મા જે માહિતી આપી હોય તેમાં વાંધા કાઢીને અથવા તો જૂની બીમારી નો હવાલો દઈને કોઈપણ વીમા કંપની અરજદારો નો દાવો રદ કરી શકે નહિ અને તેનો સ્વીકાર કરી શકે નહીં.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે એવી સૂચના પણ જારી કરી છે કે વીમા માટે અરજી કરનાર અરજદાર દ્વારા વીમા કંપનીને તમામ મહત્વની જાણકારી પૂરી પાડવી જોઇએ અને તેની ફરજમાં આવે છે. કોઈ પણ બાબતને છુપાવી શકાય નહીં.
એક અરજદાર દ્વારા અમેરિકામાં આરોગ્ય માટે વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેના માટે વીમાનો દાવો કરવામાં આવ્યો હતો જે કંપની દ્વારા રદ કરવામાં આવતા રાષ્ટ્રીય પંચ સમક્ષ વિવાદ પહોંચ્યો હતો અને પંચ દ્વારા કંપનીની તરફેણમાં આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.



