ઘાટીમાં પ્રજા અને સરકાર વચ્ચે ઘર્ષણ ફરી વધી રહ્યું છે.
પોલીસનાં એન્કાઉન્ટરો સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
ખાસ-ખબર સંવાદદાતા
કાશ્મીર ખીણમાં પથ્થરબાજીની ખતરનાક પેટર્ન ફરી જોવા મળી રહી છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં અહીં પથ્થરબાજીની ત્રણ ઘટના બની. એક દિવસ પહેલાં શ્રીનગરના રંગરેટમાં આતંકીઓ સાથે અથડામણ પછી સ્થાનિકોએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેનું નેતૃત્વ સ્થાનિક મહિલાઓ કરતી હતી. દેખાવકારો આ અથડામણને નકલી કહી રહ્યા છે.
પોલીસના મતે, રંગરેટમાં 13 ડિસેમ્બરે એક એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા, જેને સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓ નકલી ગણાવી રહ્યા છે. ઘટના સ્થળ નજીક રહેતી એક મહિલાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે આ એન્કાઉન્ટર નકલી હતાં. બે યુવકો રસ્તા પર જતા હતા અને પોલીસે તેમને ગોળી મારી દીધી. જો તે આતંકવાદી હતા, તો પોલીસ તેમની ધરપકડ પણ કરી શકતી હતી.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં મોંઘવારીની માર; લોટની ગુણી રૂ.2400 https://khaskhabarrajkot.com/2021/12/13/inflation-in-afghanistan-the-quality-of-flour-is-rs-2400/
- Advertisement -
નકલી અથડામણોના આરોપને પથ્થરબાજો ઢાલ બનાવે છે.
અહીંની બીજી એક સ્થાનિક મહિલા કહે છે કે આ શાંતિપૂર્ણ વિસ્તાર છે. અમને યાદ પણ નથી કે, છેલ્લે અહીં ક્યારે અથડામણ થઈ હતી. પોલીસ ફક્ત જાહેરાત કરે છે કે અમે બે આતંકીને ઠાર માર્યા, પરંતુ તેમની પાસે કોઈ પુરાવા નથી હોતા. જોકે, પોલીસે આ આરોપો નકાર્યા છે.



