જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરી 2019ની રાત્રે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં પાકિસ્તાનની ધરતી પર 300થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. બીજા દિવસે 27 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાની વાયુસેનાએ ભારતની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ભગાડી દીધો હતો. તે સમયે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન મિગ-21 ઉડાવી રહ્યા હતા. તેમણે આ પ્લેનમાંથી પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું. જોકે, બાદમાં અભિનંદનનું પ્લેન પાકિસ્તાનની સીમામાં ક્રેશ થયું હતું, ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને બંદક બનાવ્યા હતા. ભારતના દબાણ બાદ પાકિસ્તાને અભિનંદનને લગભગ 60 કલાક બાદ છોડ્યાં હતાં.
અભિનંદન વર્ધમાને ખશલ-21 વડે F-16ને તોડી પાડ્યું આ કારણે સમગ્ર વિશ્વમાં તેમની ભારે પ્રશંસા થઈ હતી. એનું કારણ એ છે કે, F-16 ખૂબ જ એડવાન્સ્ડ ફાઈટર પ્લેન હતું જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે ખશલ-21 રશિયા દ્વારા બનાવાયેલું 60 વર્ષ જૂનું વિમાન હતું. ભારતે 1970ના દશકામાં રશિયા પાસેથી ખશલ-21 ખરીદ્યું હતું. અભિનંદનની આ જ આવડત અને વિરતાને કારણે તેમને વિંગ કમાન્ડરમાંથી ગ્રુપ કેપ્ટન તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટનનો રેન્ક કર્નલની સમકક્ષ છે. અભિનંદને પાકિસ્તાની ફાઈટર પ્લેનને જમીનદોસ્ત કર્યું હતું ત્યારે તેઓ 51 સ્ક્વોડ્રનનો ભાગ હતા. ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનના પિતા પણ વાયુસેનામાં અધિકારી હતા અને હાલ તેઓ નિવૃત્ત થઈ ગયા છે.
- Advertisement -
વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે અપાતુ ત્રીજુ સર્વોચ્ચ સમ્માન છે. આ સમ્માન સૈનિકોને અસાધારણ વીરતા કે ત્યાગ માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ મુજબ તે મહાવીર ચક્ર પછી આવે છે. આ પદક ભારત માતાની સેવા કરનારા એ વીરોને આપવામાં આવે છે જે પોતાના જીવની પરવા ન કરીને પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર રહે છે. આ મેડલ સિલ્વરનો બનેલો હોય છે. તેને વાદળી અને નારંગી રંગની લેસ સાથે આપવામાં આવે છે. પાકિસ્તાનના લડાકૂ વિમાન F-16ને જમીનદોસ્ત કરીને પાકિસ્તાનના મનસૂબા પર પાણી ફેરવનાર ભારતના જાંબાઝ અને બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને દેશના રાષ્ટ્રપતિ દ્વારા વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વીર ચક્રથી સન્માનિત થવા બદલ અભિનંદનને અભિનંદન.



