રાજ્ય સરકારની 20 ટકા રીબેટ યોજનાનો 5,87,812 વાણિજ્યિક એકમો ધારકોએ લાભ લીધો
વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર ધંધાઓ ઝડપથી વેગવાન બને એ માટે રાજ્ય સરકારે આ વિસ્તારોમાં વાણિજ્યિક એકમ ધારકોને ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સમાંથી તા.31 ઓગસ્ટ 2020 સુધી 20 ટકા રાહત આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેનો મહત્તમ લાભ લેવા નાગરિકોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમો માટે જે 20 ટકા રીબેટ જાહેર કર્યુ છે તે અંતર્ગત 5,87,812 વાણિજ્યિક એકમો ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમોને 20 ટકા પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની યોજના તા. 31/8/2020 સુધી અમલમાં હોઇ તેમજ મહાનગર પાલિકા અને નગરપાલિકા દ્વારા પણ પ્રોપર્ટી ટેક્સમાં રાહત જાહેર કરેલ હોઇ આ યોજનાનો નાગરિકોને મહત્તમ લાભ લેવા અપીલ કરાઇ છે.