આઈપીએલ 2020 સીઝન માટેની તમામ ટીમો હાલમાં યુએઈમાં ક્વોરેન્ટીનમાં છે. આ લીગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. અંતિમ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. ખેલાડીઓ પણ ક્વોરેન્ટીનમાં સખત તાલીમ લઈ રહ્યા છે જેથી તેઓ પોતાને ટુર્નામેન્ટમાં ફીટ રાખી શકે. ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટના વીડિયો શેર કરી રહ્યો છે.


સુરેશ રૈના તેની હોટલના રૂમમાં દોરડા કૂદતો નજરે પડે છે. આઈપીએલ પહેલા પોતાને ફીટ રાખવા માટે રૈનાએ તેની હોટલનો ઓરડો જિમ બનાવ્યો છે. રૈનાની રૂમમાં કેપ્સનું કલેક્શન જોઇ શકાય છે. રૈનાની પત્ની પ્રિયંકાએ ટિપ્પણી કરતા લખ્યું કે, ‘સરસ કેપ્સ કલેક્શન.’