વીડિયો મીટિંગમાં ધોનીએ આપ્યો આશ્ચર્યજનક સંકેતઃ ‘રિલીઝ થનારા ખેલાડીઓની યાદીમાં મારું નામ પણ ઉમેરી દો’
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના દિગ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી ખેલાડી તરીકે પોતાની લાંબી કારકિર્દી પૂર્ણ કરી દીધી છેમ હવે તે મેદાન પર પીળી જર્સીમાં રમતા જોવા નહીં મળે, પરંતુ ટીમ સાથે નવા રોલમાં એટલે કે ‘મેન્ટોર’ તરીકે જોડાયેલા રહેશેમ ધોનીના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને ચાહકોમાં ભારે સન્નાટો અને ગમગીની છવાઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સહમાલિક રૂપા ગુરુનાથે ધોનીના આ નિવૃત્તિના નિર્ણય પાછળની રોચક અને ભાવુક કહાની મીડિયા સમક્ષ રજૂ કરી છેમ તેમણે જણાવ્યું કે આગામી સિઝન માટે ખેલાડીઓને રિલીઝ કરવા અને હરાજીની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે ગત શનિવારે એક વીડિયો મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુંમ આ મીટિંગ દરમિયાન જ્યારે મેનેજિંગ ડિરેક્ટર કાશી વિશ્વનાથન રિલીઝ થનારા ખેલાડીઓના નામ વાંચી રહ્યા હતા, ત્યારે ધોનીએ અત્યંત શાંતિથી કહ્યું હતું કે, કદાચ રિલીઝ થનારા ખેલાડીઓની યાદીમાં મારું નામ પણ ઉમેરી દો! ધોનીના આ શબ્દો સાંભળીને વીડિયો કોલમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતામ આશ્ચર્યજનક રીતે, આ વાતચીત દરમિયાન જ વીડિયો કોલ અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો હતોમ બાદમાં કાશી વિશ્વનાથે ફરી સંપર્ક કરીને રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, તમે આગામી સિઝનમાં નહીં રમો તે વાત કદાચ ઈન્ટરનેટ પણ સહન કરી શક્યું નહીં! રૂપા ગુરુનાથે ભાવુક થઈને જણાવ્યું કે ધોની એવો ખેલાડી છે કે જો તે ટીમ માટે પોતાનું સો ટકા યોગદાન ન આપી શકે, તો તે ક્યારેય રમવાનું પસંદ કરતો નથીમ તેની કેપ્ટનશીપ અને દેખરેખ હેઠળ સીએસકેએ પાંચ વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છેમ હવે તે ખેલાડી તરીકે વિદાય લઈ રહ્યા છે ત્યારે ટીમની યુવા પેઢીને માર્ગદર્શન આપવા માટે તેમને મેન્ટોરની જવાબદારી સોંપવામાં આવી છે.



